September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને વધાવવા દાનહ-દમણ સજીધજીને તૈયારઃ પ્રદેશમાં બીજી દિવાળીનો માહોલ

આજે સમી સાંજે દાનહ અને દમણના નાગરિકો પોતાના ઘરે દિવા પ્રગટાવી પોતાના હૃદય સમ્રાટ બનેલા નેતા અને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી પ્રત્‍યે આદર વ્‍યક્‍ત કરશે

ઠેર ઠેર રંગોળી કરી પોતાના ઘરે આનંદ-ઉત્‍સવ મનાવતા લોકો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : મંગળવારના 25મી એપ્રિલના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સેલવાસ અને દમણ મુલાકાતને વધાવવા માટે પ્રદેશના લોકો સ્‍વયંભૂ થનગની રહ્યા છે. આજે મુલાકાતના બે દિવસ પહેલાં દમણ અને દાદરા નગર હવેલીમાં દિવાળી જેવો માહોલ પોતાના પ્રિય નેતાને વધાવવા માટે બની ચુક્‍યો છે. ઠેર ઠેર લાઈટિંગ, રંગરોગાન અને સફાઈથી ચમકતા બનેલા દમણ અને દાદરા નગર હવેલીના તમામ રસ્‍તા, તમામ ગામ, તમામ ફળિયા અને તમામ શેરીઓ મોદીમય બની ચુકી છે.
આવતી કાલે પ્રધાનમંત્રીશ્રીની સેલવાસ અને દમણ મુલાકાતની પૂર્વ સંધ્‍યાએ પ્રદેશના નાગરિકો પોતપોતાના ઘરે દિવા પ્રગટાવી દિવાળી મનાવવાનો સંકલ્‍પ પણ લઈ ચુક્‍યા છે અને આજથી જ ઘરના આંગણામાં સાથિયા પાડી પોતાના હૃદય સમ્રાટ બનેલા વિશ્વના નેતા અને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને સત્‍કારી રહ્યા છે.અત્રે નોંધનીય છે કે, દેશમાં મોદી સરકારના ગઠન બાદ મે, 2014થી દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્‍યના પલટવાની પણ શરૂઆત થઈ હતી. આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં છેલ્લા 9 વર્ષ દરમિયાન હજારો કરોડ રૂપિયાના વિકાસકામો થયા છે અને પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી 25મી એપ્રિલના રોજ દાદરા નગર હવેલી અને દમણ-દીવના રૂા.4800 કરોડ કરતા વધુ રકમના વિકાસ કામોનું ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજન કરવાના છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના રહેવાસીઓનું ભવિષ્‍ય સલામત કરવા માટે ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસને અનેક પહેલ કરી છે. જેમાં શિક્ષણ, આરોગ્‍ય, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, પ્રવાસન, કાયદો અને વ્‍યવસ્‍થા, પારદર્શક અને ગતિશીલ શાસન પધ્‍ધતિ વગેરેના અમલથી અહીંના લોકોના જીવન-ધોરણમાં મોટું પરિવર્તન આવી શક્‍યું છે. દેશના ટચૂકડા એવા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રત્‍યે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના રહેલા અપાર સ્‍નેહના કારણે અસંભવમાં અસંભવ કામો પણ સંભવ બની શક્‍યા છે. આથી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને સત્‍કારવા માટે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ઘેલો બન્‍યો છે.

Related posts

વાપી જીઆઈડીસીમાં પકડાયેલ રૂા.25.84 લાખના ગુટખાના જથ્‍થા પ્રકરણમાં બે આરોપીની ધરપકડ

vartmanpravah

ખેરગામમાં ડ્રેનેજના અભાવે એક એપાર્ટ. પડું પડું બીજું નવું પણ ખાલી ખાલી

vartmanpravah

સરીગામની કોરોમંડલ કંપનીએ પાલિ કરમબેલીની પ્રયોગશાળામાં ઉપકરણોની કરેલી મદદ

vartmanpravah

પળગામ ચિરાખાડી ખાતેથી કેમીકલના જથ્‍થો સાથે બે ઝડપાયા

vartmanpravah

ભાદરવા માસમાં વાંસદાના ડેમ ઓવરફલો થતાં આહ્‌લાદક વાતાવરણ સર્જાયું

vartmanpravah

પારડી વલ્લભ આશ્રમ સ્‍કૂલ પાસેના પૂલ પર શેરડી ભરેલ ટ્રેલરે મારી પલટી

vartmanpravah

Leave a Comment