Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદેશસેલવાસ

શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ દ્વારા હવેલી ગ્રાઉન્‍ડ, સેલવાસ ખાતે ‘મુંબઈ યુનિવર્સિટી ઝોન – II ઈન્‍ટરકોલેજ હેન્‍ડબોલ ટુર્નામેન્‍ટ’ યોજાઈ

  • ગર્લ્‍સ સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાને રહેલી શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ-સેલવાસની ટીમ

  • છોકરાઓનીસ્‍પર્ધામાં ઠાકુર સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ-કાંદિવલીએ ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરતાં મેળવેલો પ્રથમ ક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14 : કૌશલ્‍ય, સંઘર્ષની ભાવના તથા રમતગમતના સૌહાર્દના અનોખા પ્રદર્શન હેતુ શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ દ્વારા હવેલી ગ્રાઉન્‍ડ, સેલવાસ ખાતે ‘મુંબઈ યુનિવર્સિટી ઝોન – II ઈન્‍ટર કોલેજ હેન્‍ડબોલ ટુર્નામેન્‍ટ’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ટુર્નામેન્‍ટમાં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોની 6 છોકરીઓની ટીમ અને 9 છોકરાઓની ટીમોએ ભાગ લીધો હતો.
સ્‍પર્ધાનો પ્રારંભ સવારે 11 વાગ્‍યાથી કરવામાં આવ્‍યો હતો જે સાંજે 6.30 વાગ્‍યા સુધી ચાલી હતી. જેમાં ગર્લ્‍સ ટીમમાં પ્રથમ સ્‍થાને શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ-સેલવાસ રહી હતી. જ્‍યારે એસ.એમ. શેટ્ટી કોલેજ- પવઈ બીજા ક્રમે અને SDSM કોલેજ- દહાણુ ત્રીજા ક્રમે રહેવા પામી હતી.
જ્‍યારે છોકરાઓની ટીમમાં ઠાકુર સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ-કાંદિવલી વધુ સારા પ્રદર્શન સાથે પ્રથમ ક્રમે રહી હતી, દ્વિતીય ક્રમે શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ-સેલવાસે પ્રાપ્ત કર્યું હતું અને એમ.એલ. દહાણુકર કોલેજ- વિલે પાર્લેએ ત્રીજુંસ્‍થાન મેળવ્‍યું હતું.
આ ટુર્નામેન્‍ટમાં માત્ર હેન્‍ડબોલ કૌશલ્‍ય જ નહીં પરંતુ સ્‍પર્ધા કરતી કોલેજો વચ્‍ચેની રમતમાં સહાનુભૂતિની ભાવના પણ દર્શાવવામાં આવી હતી. ખેલાડીઓ અને ઉત્‍સાહિત દર્શકોની ઉત્‍સાહપૂર્ણ ભાગીદારીએ આ કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. સ્‍પર્ધાત્‍મક મેચો ઉપરાંત, ટુર્નામેન્‍ટે વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા, ટીમ વર્ક અને હેન્‍ડબોલ પ્રત્‍યે સમર્પણ દર્શાવવા માટે એક પ્‍લેટફોર્મ પૂરું પાડયું હતું.
સ્‍પર્ધામાં વિજેતા ટીમ તથા ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફતેહસિંહ ચૌહાણે સન્‍માનિત કરી ઈનામો આપ્‍યા હતા. તેમણે પ્રતિભાશાળી ટીમોના પ્રયાસોની પ્રશંસા કરી અને વ્‍યક્‍તિત્‍વ વિકાસમાં રમતગમતના મહત્‍વને પણ પ્રોત્‍સાહન પુરૂં પાડયું હતું.
આ અવસરે વાઇસ ચેરમેન શ્રી અનંતરાવ ડી. નિકમ, સેક્રેટરી શ્રી એ. નારાયણન, ખજાનચી શ્રી વિશ્વેશ દવે, જોઈન્‍ટ સેક્રેટરી શ્રી જયેન્‍દ્રસિંહ રાઠોડ, શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સના ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ ડો. સીમા પિલ્લાઈ, ઈન્‍ચાર્જ વાઈસ પ્રિન્‍સિપાલ ડો. જાન્‍હવી આરેકર, રમતગમત અધિકારી શ્રી નીલ તંબોલી સહિત મોટી સંખ્‍યામાં ખેલાડીઓ, વિદ્યાર્થીઓ તથા દર્શકો ઉપસ્‍થિત રહ્યા હતા.
ટુર્નામેન્‍ટને ભવ્‍ય રીતે સફળબનાવવા માટે આયોજક સમિતિએ ભાગ લેનાર તમામ કોલેજો, ખેલાડીઓ અને દર્શકોનો આભાર માન્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં કેરીમાં ફળ કપાસી (સ્‍પોન્‍જીટીસ્‍યુ) અટકાવવા 80 ટકા પરિપક્‍વતા ફળ તોડવા અનુરોધ

vartmanpravah

સરીગામ જીઆઈડીસી ખાતે ૮મી જૂને ઔદ્યોગિક દુર્ઘટનાની મોકડ્રીલ યોજાશે

vartmanpravah

નાની દમણના કથિરીયા ખાતે પૈરામનોસ સ્‍પા સેન્‍ટરમાં ચાલી રહેલા દેહવેપારના અડ્ડાનો પોલીસે કરેલો પર્દાફાશ

vartmanpravah

પૂ.મોરારીબાપુના હસ્તે ધરમપુરના ભગવતાચાર્ય શ્રી શરદભાઇ વ્યાસને “વ્યાસ એવૉર્ડ” અર્પણ

vartmanpravah

સંઘપ્રદેશના સરપંચોમાં ક્ષમતા નિર્માણ વર્કશોપથી આવેલી નવી ઊર્જાઃ વહીવટી કસબની મળેલી જાણકારી

vartmanpravah

ચીખલી વિસ્‍તારમાં તાવ અને આંખના કેસોમાં થયેલો વધારો

vartmanpravah

Leave a Comment