January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસના દુકાનદારો તથા શાકભાજી વિક્રેતાઓ પોતાનો કારોબાર બંધ રાખી પ્રધાનમંત્રીની જનસભામાંપહોંચશે

ન.પા. અધ્‍યક્ષ રાકેશસિંહ ચૌહાણે દુકાનદારો અને શાકભાજી વિક્રેતાઓ તથા સોસાયટીના રહેવાસીઓને પ્રધાનમંત્રીશ્રીની પહેલથી પ્રદેશની થયેલ કાયાપલટની આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણના નેતૃત્‍વમાં આજે વોર્ડ નં.5 ના પાર્ક સીટી અને પ્રમુખ વાટિકામાં જનસભા તથા શાકભાજી માર્કેટ આમલી, ઝંડાચોક અને કિલવણી નાકા ખાતે પગપાળા ફરી વેપારીઓ અને વિક્રેતાઓને 25મી એપ્રિલના રોજ યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની જનસભામાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવ્‍યું હતું.
સેલવાસ ન.પા. અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણે સોસાયટીના રહેવાસીઓ તથા શાકભાજી વિક્રેતાઓ અને દુકાનદારોને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલથી પ્રદેશ અને દાદરા નગર હવેલીની થઈ રહેલી કાયાપલટની સમજ આપી હતી. તમામ શાકભાજી વિક્રેતાઓ, દુકાનદારો તથા સોસાયટીના રહેવાસીઓએ પ્રધાનમંત્રીશ્રીની જનસભામાં પોતાના ફલેટ ઉપર તાળા મારી અને શાકભાજી વિક્રેતા તથા દુકાનદારો પોતાનો કારોબાર બંધ રાખી સભામાં આવવા પોતાની સ્‍વયંભૂ ઉત્‍સુકતા બતાવી હતી.
આ પ્રસંગે સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ અને નગરપાલિકાના કાઉન્‍સિલરો જોડાયાહતા.

Related posts

ધગડમાળના ખાડાએ સોનવાડાના યુવાનનો લીધો ભોગ: પિતાની છત્રછાયા ગુમાવતી બે માસુમ બાળકીઓ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ બલસાર દ્વારા શેરી ગરબા સ્‍પર્ધાનું કરાયેલુ આયોજન

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વૃક્ષારોપણ

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

વાપી હાઈવે પર રૂ. ૭.૫ કરોડના ખર્ચે તૈયાર છરવાડા અંડરપાસનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

vartmanpravah

સમુદ્ર પરિક્રમા કાર્યક્રમનું સમાપન : માછીમારનેતા વિશાલભાઈ ટંડેલે કરેલું દમણનું પ્રતિનિધિત્‍વ

vartmanpravah

Leave a Comment