January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ બ્રહ્મ સમાજે 7 તબીબ સહિત 43 તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કર્યુ, 400 ભૂદેવો ઉપસ્થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18:શિહોર સંપ્રદાય ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ વલસાડ વિભાગ દ્વારા રવિવારે વલસાડ ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર ધરમપુર ચોકડી ખાતે ઉત્તમ ગુણથી ઉતીર્ણ થયેલા વિદ્યાર્થી ભાઈ બહેનો (તેજસ્વી તારલા)નું સન્માન વિશ્વ વિખ્યાત કથાકાર શરદભાઈ વ્યાસ (દાદા), ખેરગામના ભાગવત કથાકાર પ્રફુલભાઇશુક્લ, પૂર્વ પ્રિન્સિપાલ બી. એન. જોષી, હિંમતભાઇ જોષી (દહાણુ) તથા અનેક અગ્રગણ્ય ભાગવત કથાકારોની હાજરીમાં કરાયું હતું. સમાજના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જાનીએ જણાવ્યું હતું કે 43 તેજસ્વી તારલામાં 7 તબીબ, એમબીએ, યુર્નિ.ગોલ્ડ મેડલ તથા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ઐતિહાસિક મોટી સંખ્યામાં ભાઇઓ અને બહેનોએ હાજરી આપી ભોજન લીધુ હતું. આવતાં વર્ષે વધુમાં વધુ તેજવ્સી તારલાઓ આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. શિહોર સંપ્રદાય ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ વલસાડ વિભાગના પ્રમુખ અને ભાગવત કથાકાર દેવુભાઇ જોશી,ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જાની, મંત્રી ગીરીશ જાની,સહમંત્રી વિષ્ણુ જાની,ખજાનચી અનિલભાઇ ,સહખજાનચી નિલેશભાઇ ‌વાળાંગર (વાંસદા) તથા સહ કમિટિની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જાનીએ વાર્ષિક હિસાબોનું વાંચન કરી સમાજ ઉપયોગી માહિતી રજુ કરી હતી. આ પ્રસંગે ખેરગામના ભાગવત કથાકાર પ્રફુલભાઇ શુક્લએ જણાવ્યું હતું કે ભૂદેવોના બાળકો માટે વધુ અભ્યાસ માટે વિદ્યા નિધિ ફંડ સમાજે કરવું જોઈએ. બ્રાહ્મણનો બાળક વિશ્વને ખૂણે ખૂણે પહોંચવો જોઈએ.જયારે ધરમપુરના શરદભાઇ વ્યાસે જણાવ્યું હતું કે અનેક સમસ્યાઓ રહેલી છે, પરંતુ શિક્ષણ દરેક સમસ્યાનો ઉકેલ છે. વલસાડના બિલ્ડર કાળુભાઇ આહીરનું બ્રહમસમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ વિજય દવેએ કરી હતી. શિહોર સંપ્રદાય ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ વલસાડ વિભાગની કારોબારી કમિટિએ હાજર ભુદેવોનો આભાર માન્યો હતો.

Related posts

વાપી ફેલોશીપ મિશન સ્‍કૂલમાં ટીચર લર્નિંગ ડેવલપમેન્‍ટ વર્કશોપ યોજાયો

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દમણમાં દિલ્‍હીની તર્જ ઉપર બનાવવામાં આવેલ બસ સ્‍ટેન્‍ડના બોલાવેલા ભૂક્કા

vartmanpravah

દમણ ભેંસલોર કોળીવાડ ખાતે દુણેઠા પંચાયત દ્વારા દિવસની ચૌપાલ યોજાઈ

vartmanpravah

સીબીએસઈ બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 12 સાયન્‍સનું 99 ટકા અને કોમર્સનું 97.2 ટકા પરિણામ આવ્‍યું

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં બેંકના અધિકારીઓ દ્વારા ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ના સંદર્ભમાં ખેડૂતોને અપાયેલી જાણકારી

vartmanpravah

Leave a Comment