Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં CET અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

CET પરીક્ષા ૫૧ કેન્દ્રો પર ૧૨૦૯૧ વિદ્યાર્થીઓ અને જ્ઞાન સાધના પરીક્ષા ૧૧૭૭૮ વિદ્યાર્થીઓએ આપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.31: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા. ૩૦ માર્ચને શનિવારે CET (Common Entrance Test) અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં વલસાડ જિલ્લામાં CETના ૫૧ કેન્દ્રોમાં કુલ ૧૬૭૩૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી કુલ ૧૨૦૯૧ વિદ્યાર્થીઓએ અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં ૫૯ કેન્દ્રોમાં કુલ ૧૫૮૯૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી કુલ ૧૧૭૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સમગ્ર પરીક્ષાના તકેદારીના ભાગરૂપે વર્ગ ૧ અને ૨ ના ૬૪ જેટલા અધિકારીઓની ઓર્બ્ઝવર તરીકે કલેકટર કચેરી દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર પરીક્ષાનું સંચાલન જિલ્લા શિક્ષણાધિકારી મણીલાલ ભૂસારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. બંને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

Related posts

વાપી જીઆઈડીસીમાં જાહેર રોડ ઉપર પ્રદૂષિત પીળુ પાણી રેલાયું : કઈ કંપનીનું પાપ

vartmanpravah

દમણના જિલ્લા અને સત્ર ન્‍યાયાલયે સોમનાથની એસવીજી કંપનીના સુપરવાઈઝરની હત્‍યામાં સામેલ કામદારને જનમટીપ અને રૂા.10 હજારના દંડની સજાનો કરેલો આદેશ

vartmanpravah

રવિવારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પેડેસ્‍ટ્રીયલ બ્રિજ પાસે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું લોકાર્પણ કરશે

vartmanpravah

વાપી જીઆઈડીસી ક્રિએટીવ ટેક્‍સટાઈલની પોલ ખુલી : દિવાલ ધસી પડતા સ્‍ટોક કરાયેલ વેસ્‍ટ બહાર ડોકાયો?

vartmanpravah

ખડકીમાં ટુકવાડાથીᅠઈજાગ્રસ્‍તને લઈ જતી 108 નીᅠઅડફેટેᅠચઢયો રાહદારી: સાઈરનᅠવગાડતી જતી 108 સામે મોબાઈલ પર વાતો કરવાના ધ્‍યાનમાં રાહદારી આવી ચઢતા સર્જાયો અકસ્‍માત

vartmanpravah

સરકાર મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સના ઝડપી વિકાસમાં રાજ્યોને સહાય કરશે, જેમાં પર્યાપ્ત આર્થિક તકોનું સર્જન સામેલ છેઃ કેન્દ્રીય નાણાં મંત્રી

vartmanpravah

Leave a Comment