January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સાંઈલીલા મોલમાં કુટણ ખાનું ચલાવતો વોન્‍ટેડ આરોપી ચાર વર્ષે ઝડપાયો

મોલમાં ગત તા.16-9-18માં પોલીસે કુટણ ખાનુ ઝડપ્‍યુ હતું : આરોપી સંચાલક શૈલેષ મનુગલકાણી વોન્‍ટેડ હતો : સુરતથી ઝડપાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વલસાડમાં ચાર વર્ષ પહેલાં સાંઈલીલા મોલમાં ચાલી રહેલું કુટણખાનુ પોલીસે ઝડપી પાડયું હતું. કુટણખાનાનો મુખ્‍ય સંચાલક ભૂગર્ભમાં ચાલી ગયો હતો અને ચાર વર્ષ બાદ આરોપી સંચાલક શૈલેષ મનુભાઈ ગલકાણીને પોલીસે સુરતતી ઊંચકી લાવી જેલ ભેગો કર્યો છે.
વલસાડના જાણીતા સાંઈલીલા મોલમાં થાઈલેન્‍ડ તેમજ અન્‍ય યુવતિઓને બહારથી લાવી કુટણખાનુ ચલાવાઈ રહ્યાની બાતમી બાદ પોલીસે તા.16-9-2018માં રેડ પાડી હતી. જેમાં ચાર થાઈ યુવતીઓ અને બે ગ્રાહક ઝડપાયા હતા. પરંતુ કુટણખાનાનો સંચાલક શૈલેષ મનુભાઈ ગલકાણી ફરાર થઈ ગયો હતો તેથી પોલીસે વોન્‍ટેડ જાહેર કર્યો હતો. ત્‍યાર પછી પોલીસ સતત આરોપીને શોધતી રહી હતી. અંતે ચાર વર્ષ પછી આરોપી શૈલેષ ગલકાણીને જ્‍યારે જ્‍યારે પોલીસને બાતમી મળતી ત્‍યાં પહોંચતી હતી પરંતુ સફળતા મળતી નહોતી. અંતે વલસાડ પોલીસ ચાર વર્ષે આરોપીને સુરતથી ઝડપી પાડી જેલભેગો કર્યો હતો.

Related posts

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા દ્વારા સુશાસન દિવસ અંતર્ગત અટલ બિહારી વાજપેયીજીના વિષયમાં મોડર્ન સ્‍કૂલમાં વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

આઈસ્‍ક્રીમ લઈ પારડી આવી રહેલ ટેમ્‍પાનો પારડી આઈટીઆઈ નજીક અકસ્‍માત

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘‘સ્‍વનિધિ મહોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના 61મા સ્‍થાપના દિવસની આનંદ ઉમંગ અને ઉત્‍સાહથી ઉજવણી: પૂર્વ સરપંચો અને સદ્‌ગત સરપંચોના પરિવારનું મોમેન્‍ટો અને શાલથી કરાયેલું સન્‍માન

vartmanpravah

વાપી સોશિયલ ગૃપ દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને 107 રાશન કીટ અર્પણ કરાઈ

vartmanpravah

દાનહના ધોડિયા સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓને સાંસદ કલાબેન ડેલકરના હસ્‍તે ‘‘જ્ઞાન ગૌરવ પુરસ્‍કાર”થી સન્‍માનિત કરાયા

vartmanpravah

Leave a Comment