October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધમડાચી-વિજલપુર કેનેરા બેંકનો બ્રાન્‍ચ મેનેજર લોન પાસ કરી આપવા પેટા રૂા.20 હજારની લાંચ લેતા ઝડપાયો

એ.સી.બી.એ ગોઠવેલ છટકામાં મેનેજર જગદીશચંદ્ર ક્રિષ્‍ણચન્‍દ્ર 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વલસાડ ધમડાચી વેજલપોરમાં આવેલ કેનેરા બેંકનો બ્રાન્‍ચ મેનેજર આજે ધંધો કરવા માટે બેંકમાંથી લોન મંજુર કરવા પેટે ફરિયાદી પાસેથી 20 હજારની લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી શ્રી બાજપાઈ બેંકબલ યોજના અંતર્ગત ડી.જે.ના ધંધાના વિકાસ માટે ધમડાચી વિજલપુર કેનેરા બેંકમાં લોનની માંગણી કરી હતી. બેંકનો બ્રાન્‍ચ મેનેજર જગદીશચન્‍દ્ર ક્રિષ્‍ણચંદ્ર મિશ્રા રહે.તિથલ રોડ આર.એમ. પાર્ક, ફલેટ નં.બી-301 મૂળ રહે.યુપી અલ્લાપુર લોન માંગનારના ઘરે રૂબરૂ મળ્‍યો હતો.જણાવેલ કે લોનથી તમને લાખ રૂપિયા સબસીડી મળવાપાત્ર છે તેથી લોન મંજુર કરવાના અવેજમાં 20 હજાર આપવા પડશે. ફરિયાદી જે આપવા માગતા નહોતા તેથી એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. એ.સી.બી. પી.આઈ. કે.આર. સક્‍સેના અને સ્‍ટાફએ ગુંદલાવથી ખેરગામ જતા મુખ્‍ય માર્ગની જમણી બાજુ આઈસ્‍ક્રિમ દુકાન સામે ફરિયાદી પાસેથી ખાખી કવરમાં રાખેલા 20 હજાર બેન્‍ક મેનેજર જગદીશચન્‍દ્ર મિશ્રા પોતાની થેલીમાંર ાખવા જતા જ એ.સી.બી.એ ગોઠવેલ છટકામાં આરોપીને 20 હજારની લાંચ સ્‍વિકારતા ઝડપી લીધો હતો.

Related posts

વાપીમાં બેંગ્‍લોર જ્‍વેલરી શોપમાંથી ચોરી કરેલા રૂા.18.59 લાખના દાગીના-રોકડા સાથે એક ઝડપાયો

vartmanpravah

વલસાડ જિલ્લાનો વરસાદ

vartmanpravah

વાસોણાની દુકાનમાં લુંટનો પ્રયાસ કરનાર આરોપીની પોલીસે હાથ ધરેલી વધુ તપાસ: આરોપીએ દુકાનદારને એરગન દ્વારા ગભરાવવાનો કર્યો હતો પ્રયાસ

vartmanpravah

દીવ ન.પા.ના પ્રમુખની ચૂંટણી 16 જુલાઈએ યોજાશે

vartmanpravah

વાપી ગુંજન કલા મંદિરમાં સોનાના નકલી બિસ્‍કીટ આપી 1.98 લાખના ઘરેણા ખરીદનારા બે પોલીસ સિકંજામાં

vartmanpravah

વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ કમિટીની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

Leave a Comment