October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મુસ્‍કાન એન.જી.ઓ.ની માનવતાની પહેલ: 30 ફૂટપાથના બાળકોને સ્‍કૂલમાં એડમિશન અપાવ્‍યા

છેલ્લા સાત વર્ષથી એન.જી.એ. બાળકોને સ્‍કૂલમાં દાખલ કરાવી શૈક્ષણિક જવાબદારી અદા કરી રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી પરશુરામની પૂણ્‍ય ભૂમિ છે. વાપીની અનેક સામાજીક સંસ્‍થાઓ અધિકૃત નોંધનીય સમાજ સેવાની કામગીરી કરતી રહી છે તે પૈકી જાણીતી એન.જી.ઓ. મુશ્‍કાન એ આ વર્ષ નવા શૈક્ષણિક વર્ષમાં વાપીમાં ફૂટપાથ-ઝૂપડીમાં વસતા 30 જેટલા બાળકોને જુદી જુદી પ્રાથમિક શાળામાં એડમિશન કરાવીને માનવતાભરી કામગીરી કરેલ છે.
મુસ્‍કાન એન.જી.ઓ. વાપી વર્ષભર અનેક સમાજ સેવાના કામ કરે છે તે પૈકી ખુબ આદરણીય લેખાવી શકાય તેવી કામગીરી છેલ્લા 7 વર્ષથી શહેરના ગરીબ લત્તાનાબાળકોના માતા-પિતાને મળી સમજાવી સ્‍કૂલમાં એડમીશન અપાવ્‍યા છે. આ વર્ષે ચલા મુખ્‍ય શાળા, અજીતનગર પ્રા. શાળા, ટાઉન કુમાર શાળા, રાતા પ્રાયમરી સ્‍કૂલ, અંબામાતા મંદિર પાસેની પ્રા. શાળા જેવી સ્‍કૂલોમાં 30 જેટલા બાળકોને નવા શૈક્ષણિક વર્ષમાં એડમિશન અપાવ્‍યા છે તેમજ જરૂરી શૈક્ષણિક સહાય પણ મુસ્‍કાન એન.જી.ઓએ કરી છે.

Related posts

વલસાડ જિલ્લામાંથી ભાજપ મેનીફેસ્‍ટો માટે 25 હજાર સુચનો મંગાવશે, સુચનો આધારે મેનીફેસ્‍ટો તૈયાર થશે

vartmanpravah

મોટાપોંઢાની કોલેજમાં વીર નર્મદ જ્યંતિ અને વિશ્વ ગુજરાતી ભાષાની ઉજવણી

vartmanpravah

વલસાડથી ધરમપુર જતી ઈકો કારમાંથી બિલ વગર અનાજનો જથ્‍થો રૂરલ પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

વલસાડમાં ધરમપુર રોડ પર વધુ એક સદભાવના પાત્ર સૌના માટે ખુલ્લુ મુકાયું

vartmanpravah

વલસાડ રેસર્સ દ્વારા આગામી 4 જૂને બીચ રન યોજાશે

vartmanpravah

વાપી રામ લલ્લા મયઃ અંબામાતા મંદિરમાં ભવ્‍ય રામોત્‍સવની ઉજવણી : હજારોની ભીડ ઉમટી

vartmanpravah

Leave a Comment