Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદીવદેશ

કોઈ પણ સર્જક આખરે તો શબ્‍દ બ્રહ્મની સાધના કરે છે, કવિ માટે સર્જન જ શબ્‍દની સાધનાછેઃ સંજુ વાળા

દીવમાં કવિ સંજુ વાળાનું સન્‍માનઃ કવિના સર્જન, જીવન વિશે થઈ રસપ્રદ વાતોઃ બોન એપીટીટ ગાર્ડન રેસ્‍ટોરન્‍ટ ખાતે યોજાયો કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ તા. 05
દીવમાં સાહિત્‍ય પ્રેમીઓ માટે એક સરસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના પ્રતિષ્‍ઠિત કવિ શ્રી સંજુ વાળાનું અભિવાદન બોન એપીટાઇટ ગાર્ડન રેસ્‍ટોરન્‍ટ ખાતે કરવામાં આવ્‍યું હતું .
કવિશ્રીએ તાજેતરમાં જ પ્રકાશિત થયેલા પોતાના છ પુસ્‍તકો શિક્ષણવિદ્‌ શ્રી માનસિંગભાઈ બાંભણીયાને અર્પણ કર્યા હતા. સાહિત્‍ય, સંગીતના ભાવક, જાણતલ એવાં શ્રી આર.પી. જોશીએ કવિ શ્રી સંજુ વાળાના કાવ્‍યકર્મ વિશે વિશદ અને વિદ્વત્તાપૂર્ણ છણાવટ કરી હતી. શ્રી સંજુ વાળાની કવિતાના વિવિધ પ્રદેશમાં એમણે ભાવકોને લટાર મરાવી હતી. શ્રી સંજુ વાળાને મળેલા એવોર્ડ, એમના સર્જન, પુસ્‍તકો વિશે વાત કરી હતી.
કવિ શ્રી સંજુ વાળાના ગીતોના આસ્‍વાદના પુસ્‍તકો છેક શિખરની મજા વિશે પ્રો. ડૉ. દલપત ચાવડાએ વાત કરી હતી. જ્‍યારે સંજુ વાળાના અભિવાદન ગ્રંથ સહજ જડી સરવાણીના પ્રકાશન અને શ્રી સંજુ વાળાના જીવન વિશે પત્રકાર – લેખક જ્‍વલંત છાયાએ ચર્ચા કરી હતી.
પ્રતિભાવ આપતાં કવિ શ્રી સંજુ વાળાએ કહ્યું કે કોઈ પણ સર્જક આખરે તો શબ્‍દ બ્રહ્મની સાધનાકરે છે. કવિ માટે સર્જન જ શબ્‍દની સાધના છે. માટે આ સન્‍માન મારું નથી પરંતુ શબ્‍દનું છે.
સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન પ્રો. ડો. સુનીલ જાદવે કર્યું હતું. શ્રી સંજુ વાળાના જીવન, સર્જન, એમની કવિતાની વિશાળ રેન્‍જ વિશે ડૉ. જાદવે રસપ્રદ ચર્ચા કરી હતી. એમના વિશિષ્ટ સર્જનના વિસ્‍તાર વિશે એમણે સંકેતો આપ્‍યા હતા.
આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં જાણીતા સાહિત્‍ય રસિક શ્રી ઉકાભાઇ વઘાસિયા, શ્રી રામભાઈ રાઠોડ તથા અન્‍ય ભાવકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ધરમપુરમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.2.07 કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.12.51 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

આજે પોસ્‍ટ વિભાગના ગુજરાત સર્કલ દ્વારા સેલવાસની ડોકમર્ડી સરકારી કોલેજ ખાતે જન કલ્‍યાણકારી યોજના પ્રોત્‍સાહન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશોના ઈલેક્‍શન કમિશનર તરીકે સુધાંશુ પાંડેની નિયુક્‍તિ

vartmanpravah

દાનહના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

મોટી તંબાડી ખાતે 128.9પ લાખના ખર્ચે પાંચ વિકાસકાર્યોના લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરતા પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરી 

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

Leave a Comment