દમણ-દીવના પૂર્વ સાંસદ ગોપાલ દાદાના નેતૃત્વમાં થયેલી વિવિધ રજૂઆતોના યોગ્ય સમાધાન માટે પણ પ્રશાસકશ્રીએ આપેલું આશ્વાસન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.26
શનિવારે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર ઘાટ ખાતે મુલાકાત લીધીહતી અને પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે.ટંડેલ(દાદા)ના નેતૃત્વમાં માછી સમાજના આગેવાનોએ પણ પ્રશાસકશ્રી સાથે પોતાના વિચારોની આપ-લે કરી હતી.
માછી સમાજના આગેવાનોએ સમુદ્ર નારાયણ મંદિરના સ્થળાંતર તથા જેટીની બાબતમાં પોતાની લાગણી રજૂ કરી હતી. જેના સંદર્ભમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તેમની સમસ્યાનું યોગ્ય સમાધાન કરવા આશ્વાસન આપ્યું હતું.
પ્રારંભમાં પૂર્વ સાંસદ શ્રી ગોપાલ દાદાના નેતૃત્વમાં માછી સમાજના આગેવાનોએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું પુષ્પગુચ્છથી અભિવાદન પણ કર્યુ હતું.