June 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ એક્‍સાઇઝ વિભાગે ખેરડી બોર્ડર પરથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો ભરેલ આઈસર ટેમ્‍પો ઝડપી પાડયો

કુલ રૂા.13,23,480નો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્‍પો ચાલકની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના એક્‍સાઈઝ વિભાગને ખેરડી બોર્ડર પરથી દારૂ-બિયરનો ગેરકાયદેસર જથ્‍થો ભરેલ આઈસર ટેમ્‍પો ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
પ્રાપ્ત માહિત મુજબ દાદરા નગર હવેલીની મહારાષ્‍ટ્રને અડીને આવેલ ખેરડી બોર્ડર ઉપર એક્‍સાઇઝ વિભાગને મળેલી માહિતી તેઓ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન ગેરકાયદેસર દારૂ અને બીયરનો જથ્‍થો ભરેલ આઈસર ટેમ્‍પો નંબર એમએચ-41-એયુ-5461 મહારાષ્‍ટ્ર તરફ જઈ રહ્યો હતો. જેની તલાસી લેતાં તેમાં ગુણીઓની વચ્‍ચે છુપાવેલ દારૂ અને બિયારના કુલ 434 બોક્‍સ મળી આવ્‍યા હતા. એક્‍સાઈઝ વિભાના અધિકારીઓએ ટેમ્‍પો અને દારૂ-બિયરના જથ્‍થા સહિત અંદાજીત કિંમત 13 લાખ 23 હજાર 480 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એક્‍સાઈઝ વિભાગના અધિકારીઓએ આઈસર ટેમ્‍પો ચાલકની પણ ધરપકડ કરી ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

આજે સંઘપ્રદેશ ભાજપના નવનિયુક્‍ત રાષ્‍ટ્રીય પ્રભારી વિનોદ સોનકરનું થનારૂં દમણ આગમન

vartmanpravah

ચીખલીના સારવણી, માંડવખડક સહિતના ગામોમાં સવારે ભૂકંપનાઆંચકા અનુભવાયા

vartmanpravah

અરનાલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

રખોલી પુલ પરથી વધુ એક યુવાને મોતની લગાવેલી છલાંગ

vartmanpravah

મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા જિલ્લા કક્ષાની રમતોત્‍સવનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment