June 14, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગે અથાલમાં મીઠાઈની દુકાનમાં રેડ પાડતાં ભેળસેળવાળો માવો મળી આવતા દુકાનને તાળુ માર્યું

ગત દિવસોમાં પણ દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી દાનહમાં મીઠાઈઓની કેટલીક દુકાનોમાંથી જિલ્લા આરોગ્‍ય વિભાગે લીધેલા સેમ્પલોનો રિપોર્ટ શું આવ્‍યો તે આજદિન સુધી સાર્વજનિક શા માટે નથી કરાયો?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28: દાદરા નગર હવેલી ફુડ સેફટી વિભાગ દ્વારા દિવાળી તહેવારને લઈ વિવિધ મીઠાઈની દુકાનોમાં ચકાસણી કરી સેમ્‍પલો લઈ એમની વાનની અંદર પ્રાથમિક તપાસ કર્યા બાદ શંકાસ્‍પદ લાગતા એ સેમ્‍પલોને વધુ તપાસ માટે મોકલવામાં આવે છે. ફુડ એન્‍ડ સેફટી વિભાગને મળેલ ફરિયાદના આધારે અથાલ ગામે આવેલ જય જલારામ સ્‍વીટની દુકાનમાં તપાસ હાથ કરતા ત્‍યાં મીઠાઈ બનાવવા માટેના માવાનો સેમ્‍પલ લેતા તેની અંદર ભેળસેળ કરેલ હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્‍યું હતું. જેથી જ્‍યાં સુધી સેમ્પલોનો સંપુર્ણ રિપોર્ટ નહીં આવે ત્‍યાં સુધી દુકાનને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી દાનહની મીઠાઈઓની દુકાનોમાંથી ગત દિવસોમાં જિલ્લાના આરોગ્‍ય વિભાગના સબંધિત અધિકારીઓએ કેટલીક મીઠાઈની દુકાનોમાંથી સેમ્‍પલ લીધા હતા, પરંતુ આજદિન સુધી આ સેમ્‍પલોનો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્‍યો નથી. રિપોર્ટ વહેલી તકે સાર્વજનિક કરવા પ્રદેશ શિવસેના પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટે સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવને લેખિત રજૂઆત પણ કરી હતી. છતાં હજુ સુધી પણ તેની રાહ જ જોવાઈ રહી છે.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા કેટલાક ખેડૂતોને વર્મી કમ્‍પોસ્‍ટ બેડનું કરાયેલું વિતરણ

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં બેંકોના પ્રતિનિધિઓ સાથે કરાયેલી બેઠક

vartmanpravah

સંઘપ્રદેશ દાનહઅને દમણ-દીવને ભારત સરકાર દ્વારા રૂા.250 કરોડની ભેટ દાનહના રખોલી-ખડોલી-વેલુગામ રોડની ફોરલેન યોજના મંજૂર : સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રૂા.163 કરોડની ફાળવણી

vartmanpravah

દાનહ-નરોલી ગામે ચાલીમા આગ લાગતા દોડધામ

vartmanpravah

દમણની સરકારી કોલેજમાં અમૃત પર્વ-2023-24 કાર્યક્રમ અંતર્ગત વાર્ષિક સાંસ્‍કૃતિક અને ખેલ મહોત્‍સવનો શાનદાર પ્રારંભ

vartmanpravah

આજથી શનિવાર સુધી સેલવાસના સુપ્રસિદ્ધઅ બીએપીએસ સ્‍વામી નારાયણ મંદિરના દશાબ્‍દિ મહોત્‍સવનો ધામધૂમથી થનારો આરંભ

vartmanpravah

Leave a Comment