Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

મરાઠી બ્રાહ્મણ સભા સેલવાસ દ્વારા ગણપતિની માટીની મૂર્તિ બનાવવાની અપાયેલી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31 : સેલવાસના ગોકુલ વિહાર સોસાયટીમાં છેલ્લાં ઘણાં વર્ષોથી મરાઠી બ્રાહ્મણ સભા દ્વારા ભગવાન ગણેશની માટીની મૂર્તિ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. સેલવાસના સ્‍થાનિક નાનાથી લઈને મોટા લોકો આ કલાનો લાભ લઈ રહ્યા છે. ભગવાન ગણેશજીની માટીથી મૂર્તિ બનાવી અને ગણેશ ચતુર્થીના પાવર પ્રસંગે તેની સ્‍થાપના પણ કરવામાં આવે છે.
આ મૂર્તિ બનાવવાનો મુખ્‍યઉદ્દેશ એ છે કે વર્ષો પહેલાં લોકો માટીમાંથી જ મૂર્તિ બનાવી ગણેશ ચતુર્થી નિમિતે તેની સ્‍થાપના કરતા હતા. પરંતુ આજના આધુનિક જમાનામાં લોકો બજારમાં મળતી પ્‍લાસ્‍ટર ઓફ પેરિસ(પી.ઓ.પી.)ની મૂર્તિ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે.
પર્યાવરણના બચાવાવના હેતુથી સંસ્‍થા દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી નાના બાળકોથી લઈને યુવાન તથા વડીલોને માટીમાંથી ગણેશજીની મૂર્તિ કેવી રીતે બને તેની તાલીમ આપવામાં આવી રહી છે. સોસાયટી તેમજ સેલવાસના આસપાસના લોકો આ તાલીમ લઈ ગણેશજીની માટીની મૂર્તિ બનાવી અને ગણેશ ચતુર્થી નિમિત્તે એમના ઘરે સ્‍થાપના કરે છે અને આ મૂર્તિ ઇકો ફ્રેન્‍ડલી હોય છે જેથી પર્યાવરણને પણ કોઈ નુકસાન થતુ નથી.

Related posts

સરીગામ પંચાયતની ચૂંટણીમાં રાકેશભાઈ પ્રેરીત પેનલના સરપંચના ઉમેદવાર સહદેવભાઈ વધાતનો ભવ્‍ય વિજય

vartmanpravah

વલસાડમાં પત્નીની ગેરહાજરીમાં પતિ પરસ્ત્રીને ઘરમાં લાવતા પત્નીએ બહારથી દરવાજો બંધ કરી અભયમને મદદે બોલાવી

vartmanpravah

વલસાડથી ધરમપુર જતી ઈકો કારમાંથી બિલ વગર અનાજનો જથ્‍થો રૂરલ પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલ ભારત સ્‍કાઉટ્‍સ એન્‍ડ ગાઇડ્‍સ દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દમણ રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સેવાઓ બાબતે થઈ રહેલોપ્રચાર

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

vartmanpravah

Leave a Comment