(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: ચીખલી પ્રેરણા ગ્રુપ દ્વારા વન વિસ્તારમાં અનાજ, ધાબળા અને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લાના અંતરિયાળ વન વિસ્તારમાં વિવિધ ગામોમાં નિવાસ કરતા વયોવૃધ્ધ અને જરૂરિયાતમંદો માટે વિવિધ સેવકાર્યોનું આયોજન થતું હતું. જે અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોને રોજીંદા આહાર માટે જરૂરી એવી ખાદ્ય સામાગ્રી ઉપરાંત શિયાળાની ઋતુમાં ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી ધાબળા તેમજ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સેવાકાર્ય દરમ્યાન દુર્ગમ વિસ્તારમાં આવેલ કાંચનપાડા તથા માનમોડી ગામ ખાતે સેહુલ નટુભાઈ પટેલ તથા બી.કે.ઝવેરીના સહયોગથી અનાજ, કઠોળ, તેલ વિગેરે ખાદ્ય સામાગ્રીકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બારીપાડા તથા ચીરાપાડા ગામ ખાતે નિવાસ કરતા ગરીબ પરિવારોને ધાબળા, સ્વેટર વિગેરેનું વિતરણ કાર્ય ધીરૂભાઈ ગાંધી, ભુપેન્દ્રભાઈ સુરતવાળા, ચિંતવન દેસાઈ, દેવેન્દ્ર પારેખના સહયોગથી સંપન્ન થયું હતું. વિવિધ આશ્રમશાળામાં નિવાસ કરી અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે એ હેતુથી માંકડબંધ, બીલપુડી, મોગરા તેમજ સાંકળપાતળ સ્થિત આશ્રમશાળાના બાળકો માટે શૈક્ષણિક કીટ, ધાબળા, સ્વેટરનું વિતરણ તેમજ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કર્યો માટે ડો.નિતિક્ષા પટેલ, વિનોદભાઈ આહીર, અશોકભાઈ પરમાર તથા કૈલાશબેન બોદાલીયા ઉપસ્થિત રહ્યા હતા.