Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એલ ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે યોજાયેલ નેશનલ લેવલ ટેકફેસ્ટ LAKSHYA 2K23માં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના ઇનોવેશન હબની ટીમ રોબો રેસ સ્પર્ધામાં વિજેતા

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.04: એલ ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે 27.04.2023 ના રોજ યોજાયેલ નેશનલ લેવલ ટેકફેસ્ટ LAKSHYA 2K23 દરમ્યાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની વિવિધ કોલેજોના સ્પર્ધકોએ પોતાના રોબોટ બનાવી સ્પર્ધામાં ઉતાર્યા હતા.
જેમાં સરકારી પોલિટેકનિક વલસાડ વિદ્યાર્થીઓ જે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સાંસ્કૃતિક મંત્રાલય ભારત સરકાર)ના ઇનોવેશન હબના સભ્ય પણ છે તેઓએ પણ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા.
પહેલા દિવસે એલિમિનેશન રાઉન્ડ થયો હતો. જેમાં કુલ ૮ ટીમ એ ભાગ લીધો હતો અને તેમાંથી ૪ ટીમ ફાઇનલ રાઉન્ડ માટે સિલેક્ટ થઈ હતી. જેમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના વિદ્યાર્થીઓ સફળ થયા હતા.
અંતે ફાઇનલ રાઉન્ડમાં ઇનોવેશન હબના મેન્ટર રાહુલ શાહ અને ગાયત્રી બિષ્ટના માર્ગદર્શન હેઠળ તેમના વિદ્યાર્થીઓ વૈભવ થોરાટની ટીમ અને ક્રિષ્ના સિંહ અને ક્રિશ પટેલ ટીમ રોબો રેસ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વિજેતા થઇ હતી. તેઓએ રોબોટની ડિઝાઈન બનાવી વિવિધ સેન્સર્સ, મોટરર્સ અને કન્ટ્રોલર્સનો ઉપયોગ કરી વાયરલેસ મોબાઈલ ઓપરેટેડ WIFI રોબોટિક કાર તૈયાર કરી હતી. સ્પર્ધાના અંતે વિજેતા ટીમને ઈનામ, પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યું હતું.
જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ઇનોવેશન હબ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને રોબોટ અને ટેક્નોલોજી વિશે માહિતી અને ટ્રેનિંગ આપે છે અને તેમનામાં રહેલી ક્ષમતાને ઉજાગર કરે છે.
તેની સાથે જ ઇનોવેશન હબ બાળકોને આવી નેશનલ અને ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી માર્ગદર્શન પુરુ પાડે છે. તેમજ વેકેશન દરમ્યાન વિવિધ વિષયો પર કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે.

Related posts

આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ સમગ્ર રાષ્‍ટ્ર માટે પણ દિશાદર્શક બની શકે છે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન બે ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

વલસાડ વિભાગીય નિયામક અને પાંચ ડેપો મેનેજરની પ્રથમ વાર સામૂહિક બદલી

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા કોચરવા પ્રાથમિક શાળાના બાળકોને સ્‍વેટર અર્પણકરાયા

vartmanpravah

ચીખલી તથા આસપાસના પાંચ ગામોની 31 હજારથી વધુની વસ્‍તી પરંતુ જગ્‍યાના અભાવે કચરા નિકાલની કોઈ વ્‍યવસ્‍થા નથી

vartmanpravah

ચીખલીના વંકાલ સહિતના પૂરગ્રસ્‍ત ગામોમાં થયેલ નુકસાન અંગે તંત્ર દ્વારા ટીમો બનાવી સર્વે હાથ ધરાયો

vartmanpravah

Leave a Comment