(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી અને દમણ દીવ ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં ખેલ અને યુવા વિભાગના સચિવ અને નિર્દેશકના સહયોગથી ઓપન લેવલ બેડમિન્ટન સિંગલ અને ડબલ્સ હરીફાઈનું આયોજન ગવર્મેન્ટ સ્કૂલ હોલ, મસાટ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પુરુષ અને મહિલા વર્ગની અલગ અલગ હરીફાઈ રાખવામાં આવી હતી. આ હરીફાઈમાં વિજેતા બનનાર ખેલાડીઓને પ્રોત્સાહક ઈનામ આપી નવાજવામાં આવશે.