(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: ઉલ્હાસ જીમખાના આયોજીત 14 મો ઉલ્હાસ કપ ઈન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ (વલસાડ જિલ્લા) ની માહિતી આપતા ઉલ્હાસ જીમખાનાનાં જનરલ સેક્રેટરી શ્રી જે. ડી. પટેલે જણાવ્યું હતું કે, તા.2/01/2024 થી તા.9/01/2024 સુધી ચાલેલ આ ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લાની 16 સ્કૂલોએ ભાગ લીધો હોઈ તે પૈકી ફાયનલમેચ એમ. કે. મહેતા હાઈસ્કૂલ (ઉમરગામ) વિરુધ્ધ આર. જે. જે. હાઈસ્કૂલ (ઈગ્લીશ મીડીયમ) વલસાડ વચ્ચે રમાઈ હતી. જેમાં એમ. કે. મહેતા હાઈસ્કૂલ (ઉમરગામ) નો વિજય થયો હતો. બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ ફીલ્ડર તરીકેનાં ઈનામો શેઠ આર. જે.જે. હાઈસ્કૂલનાં ખેલાડીઓ અનુક્રમે મ્રુણાલ અને દર્શીતનાં ફાળે ગયા હતા. તેમજ મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધી સિરીઝનાં ઈનામો અનુક્રમે મયંક અને સિધ્ધેશનાં ફાળે ગયા હતા.
આ ટુર્નામેન્ટનાં ઉદ્ધાટન તેમજ ઈનામ વિતરણનાં કાર્યક્રમમાં હાજર રહેલ મહાનુભાવો જેવા કે કમલ દેસાઈ, મિનેષ પટેલ, વિજય પટેલ, સુનિતાબેન પટેલ, નરેન્દ્રભાઈ ટંડેલ, વેલફેર ગ્રુપ (ઉમરગામ)નાં સદસ્ય શ્રી યોગેશભાઈ ભંડારી, નરેન્દ્ર શુક્લે, અંકુરભાઈ, રાકેશભાઈ, દિપક દેસાઈ, ઈશ્વરભાઈ પટેલ,રમેશભાઈ ટંડેલ, ડો.આશીષ પટેલ, સંજય નાયક, સ્કૂલનાં સ્પોર્ટ્સ ટીચર અશોકભાઈ ટંડેલ, કેતન સર, અજય માછી, અતુલ કંપનીનાં જનરલ મેનેજર (યુ એન્ડ એસ) શ્રી ગૌતમભાઈ દેસાઈ, વલસાડ તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી મીનાબેન ઠાકોર, સંજયસિંહ ઠાકોરનાં શુભ હસ્તે વિજેતા, ઉપવિજેતા ટીમોને રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જેમણે વધુ યોગદાન આપ્યું એવા વિવેકભાઈ(વેલફેર ગ્રુપ, ઉમરગામ), સંજયસિંહ ઠાકોર, સુન્દરભાઈ પસ્તાગીયા, નરેન્દ્રભાઈ ટંડેલ તેમજ ભોજનની વ્યવસ્થા પૂરી પાડવા બદલ કમલ સરનો તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટી આપવા બદલ અતુલ કંપનીનાં મેનેજમેન્ટનો ઉલ્હાસ જીમખાનાનાં જનરલ સેક્રેટરી શ્રી જે. ડી. પટેલે અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/01/Atul-ullas-cup-960x640.jpeg)