January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

75માં પ્રજાસતાક દિનની ઉજવણીમાં વાપી કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયંન્‍સીસ કોલેજમાં તિરંગો લહેરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ વાપીમાં 75માં પ્રજાસતાક દિન નિમિતે વાપીના ઉદ્યોગપતિ શ્રી બિમલભાઈ ગુઢકાના વરદ હસ્‍તે તિરંગો લહેરાવવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે દિપક ગુઢકા તેમજ સંસ્‍થાના ટ્રસ્‍ટીશ્રી શ્રીમતી ભારતીબેન સુમેરિયા અને સમગ્ર સ્‍ટાફગણ તથા વિદ્યાર્થીમિત્રો હાજર રહી તિરંગાને સલામી આપી હતી. પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિતે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે શ્રીમાન બિમલ ગુઢકા દ્વારા પ્રસંગોપાત અભિવાદનમાં કોલેજના વિદ્યાર્થીઓને દેશના વિકાસ માટે સર્જનાત્‍મક, જુસ્‍સાદાર તેમજ પોતાનામાં દૃઢ વિશ્વાસ રાખવા માટે આહવાન કર્યુ હતું. આમ, સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો. પૂનમ બી.ચૌહાણે સંબંધિત મહેમાન, સ્‍ટાફગણ અને વિદ્યાર્થીમિત્રોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડ ખરેરા નદીના બે લો લેવલ પુલ પાણીમાં ડૂબી જતા સ્‍થાનિક ગ્રામજનોની અવરજવર અટકી પડી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલા સ્‍વાગત કાર્યક્રમમાં 33 પૈકી 30 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

પારડી ચીવલ રોડ પર બે આખલાઓ વચ્ચે જામેલો જંગ

vartmanpravah

વલસાડ-વાપીમાં શ્રી સિંધી પંચાયત દ્વારા શ્રી ગુરૂનાનકની 554મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વલસાડના હિંગરાજમાં ન્‍હાવા પડેલ પાંચ પૈકી બે કિશોરો ડૂબી ગયા : ગામમાં શોકની કાલીમા

vartmanpravah

ચીખલીમાં બે કલાકમાં ખાબકેલો પાંચ ઈંચ વરસાદઃ તાલુકાના અનેક માર્ગો પર પાણી ફરી વળ્‍યા

vartmanpravah

Leave a Comment