Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની દેવકીબા કોલેજના યુજી અને પીજીના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07: સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં યુજી અને પીજી છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે વિદાઈ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો શુભારંભ લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણના હસ્‍તે દીપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યો હતો. કોલેજના વિદ્યાર્થીઓએ આ દિવસને વિશેષ બનાવવા માટે પોતાની યાદોના કાર્યક્રમના માધ્‍યમથી શિક્ષકો ઉપસ્‍થિત મહેમાનો અને વિદ્યાર્થીઓ સમક્ષ વિવિધ કાર્યક્રમો પ્રસ્‍તૃત કર્યા હતા. કોલેજના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓને શુભઆશિષ આપતા જણાવ્‍યું કે, આપ દરેકની જિંદગીમાં કેટલીક કઠિન પરીક્ષાની ઘડી આવશે, કેટલાક પડકારો પણ આવશે, સારી વિચારધારા અને માનસિક સંતુલન બનાવી રાખી એનો સામનો કરવો જોઈએ. આપ દરેક હંમેશા સત્‍યને સાથે લઈને ચાલશો અને દરેક પ્રત્‍યે દયાભાવના રાખશો, માતાપિતાઅને ગુરુજનો પ્રત્‍યે આદરભાવ અને દેશના પ્રત્‍યે સન્‍માન ભાવ રાખવો. આપની ડિગ્રીને ચરિતાર્થ કરવા માટે આપે પોતાના જીવનમાં, વ્‍યવહારમાં, વાણી અને વર્તનમાં એને ઉતારવું પડશે. આદર્શ સમાજની સ્‍થાપનામાં શૈક્ષણિક યોગ્‍યતાને વ્‍યવહારિક જીવનમા ચરિતાર્થ કરવુ અતિ આવશ્‍યક છે.એમના વિચારમાં જ્ઞાન સામાજીક વિકાસમાં પોતાનું યોગદાન નહિ આપશો ત્‍યાં સુધી જ્ઞાનનું મહત્‍વ અધૂરૂં છે. આ અવસરે કોલેજના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણ, વાઈસ ચેરમેન શ્રી એ.ડી.નિકમ, ટ્રેઝરર શ્રી વિશ્વેશ દવે, જોઈન્‍ટ સેક્રેટરી શ્રી જયેન્‍દ્રસિહ રાઠોડ, શ્રી હીરાભાઈ પટેલ, કોલેજના ઈન્‍ચાર્જ આચાર્ય ડો.સીમા પિલ્લાઈ, લાયન્‍સ સ્‍કૂલના ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ નિરાલી પારેખ, હવેલી ઈન્‍સ્‍ટિટયૂટના ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ નિશા પારેખ સહિત કોલેજના શિક્ષક, સ્‍ટાફ, વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ખાનવેલ ખોરીપાડા રોડનું સ્‍થાનિક યુવાનોએ જાતે જ રીપેરીંગ કર્યું

vartmanpravah

વલસાડ પારનેરામાં રહેતા વિધર્મી યુવાને સોશિયલ મીડિયામાં પાકિસ્‍તાન ઝીંદાબાદનો વિડીયો અપલોડ કર્યો

vartmanpravah

આર.ટી.ઇ. એક્‍ટ અંતર્ગત ધોરણ 1માં બાળકોને વિનામૂલ્‍યે પ્રવેશ માટે તા.30મીથી ઓનલાઈન ફોર્મ ભરાશે

vartmanpravah

ગુજરાતનું પ્રથમ ગામ ઝરોલી બનશે : પહાડમાંથી હાઈસ્‍પીડ બુલેટ ટ્રેન દોડશે : ટર્નલની કામગીરી પુર્ણ કરાઈ

vartmanpravah

કલા કેન્‍દ્ર સેલવાસ ખાતેથી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનો કરાયેલો આરંભ રાષ્‍ટ્રભક્‍તિના અંગારા ઉપર લાગેલી રાખને ‘હર ઘર તિરંગા’ અભિયાનથી ખંખેરવાનું કામઃ રાષ્‍ટ્રભક્‍તિ વધુ પ્રજ્‍વલિત બનશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

ચીખલીના બામણવેલમાં જીપીસીબી અને જિલ્લા ક્‍વોરી એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment