January 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવાપી

વાપીમાં બેસુમાર અતિવૃષ્‍ટિથી ચોમેર જમીન ત્‍યાં જળની સ્‍થિીતઃ હાલાકીઓ વચ્‍ચે ધબકતું જનજીવન

સોમવારે રાત્રે એકધારો વરસેલો વરસાદઃ શહેર છિન્ન-ભિન્ન બન્‍યું જ્‍યાં જૂઓ ત્‍યાં પાણી જ પાણી


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)

વાપી, તા.05: વાપી વિસ્‍તારમાં સોમવારે રાત્રે મેઘરાજાએ ધનાધન બેન્‍ટીંગ કરી હતી. જો કે દિવસે પણ નોન સ્‍ટોપ વરસાદ વરસેલો જેથી શહેરમાં તમામ રોડ બજારમાં નિચાણવાળા રહેણાંક વિસ્‍તારોમાં વરસાદી પાણી ફરી વળ્‍યા હતા. શહેરની એક પણ સડક બાકાત નહોતી રહી કે જ્‍યાં ટ્રાફિકજામના સર્જાયો હોય કારણ કે રેલ્‍વે અંડરપાસ ગરકાવ થયો હતો. અંડરપાસમાં જ્‍યારે પણ પાણી ભરાઈ જતા હોય છે. ત્‍યારે ત્‍યારે ઈસ્‍ટ વેસ્‍ટની અવર જવર જબરજસ્‍થ પ્રભાવિત થતી હોય છે. સોમવારે શહેરમાં જ્‍યાં જ્‍યાં જમીન ત્‍યાં ત્‍યાં જળની દુન્‍યવી સ્‍થિતિ સર્જાવા પામી હતી.
વાપી વિસ્‍તારમાં થઈ રહેલી અતિવૃષ્‍ટિ આધિન શહેરમાં વરસાદે ઠેર-ઠેર તારાજી સર્જી હતી. સૌ વધારે હાલત ખરાબ ત્‍યારે ઉભી થાય છે. જ્‍યારે રેલ્‍વે અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે. આવખતે પાણીમાં સીટી બસ બંધ થઈ ગઈ હતી. ત્‍યારે દોડધામ મચી હતી. ગુંજન વિસ્‍તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા. વાપી વિસ્‍તારની પ્રથમકક્ષાની ગણાતી અવધ રેસીડેન્‍સીમાં પણ પાણી ફરી વળતા પોશ એરિયા પણ મુશ્‍કેલીમાં મુકાયો હતો. વેપારીઓની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. તેથી શહેરનું જનજીવન છિન્ન-ભિન્ન થઈ ગયેલું જોવા મળ્‍યું હતું. રાહતનાએ સમાચાર રહ્યા હતા કે મંગળવારે વરસાદ ધીમો ધીમો પડતા ધીરે ધીરે ચોમેર પાણી ઓસરી રહ્યા હતા. વાપીમાં પાલિકાએ કહેવાતી પ્રિ-મોન્‍સુન કામગીરી ક્‍યાંક તલભાર જોવા મળી નહોતી.

Related posts

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મતદાન જાગૃકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પાલઘર મનોર હાઈવે ઉપર ગોઠવાયો પોલીસ કાફલો: વાઢવણબંદર વિરોધમાં રસ્‍તા રોકો આંદોલનની ચિમકી

vartmanpravah

ચીખલી તાલુકાના વંકાલમાં સ્‍પંદન હોસ્‍પિટલ દ્વારા ફિઝિયો થેરાપી હેલ્‍થ ચેક અપ કેમ્‍પ યોજવામાં આવ્‍યો

vartmanpravah

પારડી શહેરમાં ગાંજાનો જથ્‍થો પહોંચાડનાર વોન્‍ટેડ આરોપીને ઝડપતી વલસાડ એસઓજી

vartmanpravah

મરવડ પંચાયતના દલવાડામાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલનું ઘરે ઘરે થયું ઉમળકાભેર સન્‍માન

vartmanpravah

વાપી જીઆઈડીસી કંપનીમાં ભિષણ આગ લાગી

vartmanpravah

Leave a Comment