October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલની સવારે ગોળી મારી કરાયેલી હત્‍યા


સવારે 7 વાગ્‍યાના આજુબાજુ હત્‍યારાઓએ સ્‍કોર્પિયોમાં બેઠેલા શૈલેષ પટેલની ગોળી મારીને કરેલી હત્‍યા

મૃતકના પરિવારજનોએ કોચરવાના સદિયો ઉર્ફે શરદ પટેલ, મિતેશ પટેલ વગેરેના આરોપી તરીકે આપેલા નામો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.08: વાપી તાલુકા ભાજપ સંગઠનમાં ઉપ પ્રમુખ તરીકે હોદ્દે સંભાળતા કોચરવા ગામના વતની શૈલેષ પટેલ સોમવારે 7 વાગ્‍યાના સુમારે રાતા શિવ મંદિરે પત્‍ની સાથે દર્શન કરવા આવ્‍યા હતા તે દરમિયાન બાઈક ઉપર આવેલા ચાર ઈસમોએ સ્‍કોર્પિયોમાં સ્‍ટેયરીંગ ઉપર બેઠેલા શૈલેષ પટેલનું ત્રણ રાઉન્‍ડ ફાયરીંગ કરી સરાજાહેરમાં હત્‍યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર વાપી તાલુકા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ શૈલેષ પટેલ આજે સોમવારે તેમની પત્‍ની સાથે સવારે 7 વાગ્‍યાના સુમારે રાતા શિવ મંદિરમાં દર્શન કરવા આવ્‍યા હતા. તેઓ સ્‍કોર્પિયોમાં ડ્રાઈવિંગ સીટ ઉપર બેઠા હતા ત્‍યારે બે બાઈક ઉપર આવેલા ચાર જેટલા ઈસમોએ અંધાધૂંધ ફાયરીંગ કરીને શૈલેષ પટેલને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. ત્રણ જેટલી ગોળી શૈલેષ પટેલને વાગી હતી. ઘટનાના અવાજથી પત્‍ની પરિવાર મંદિરમાં બહાર આવી બુમાબુમ કરી મુકી હતી. તાત્‍કાલિક લોહીમાં લથપથ શૈલેષ પટેલને વાપીની હરિયા હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. જ્‍યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરાયા હતા. ઘટના બાદ ભાજપના કાર્યકરો સાંત્‍વના આપવા દોડી આવ્‍યા હતા. પોલીસે તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી જઈને નાકાબંધી કરી તપાસ ચાલુ કરી હતી. પરિવારજનોએ માંગ કરી હતી કે નાણામંત્રી કનુભાઈ દેસાઈ મળવાઆવશે બાદમાં જ મૃતદેહને લઈ જવાશે. સન 2013ની જુની અદાવતમાં આ ખૂની ખેલ ખેલાયો હોવાનું મનાઈ રહ્યું છે.

Related posts

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 14 વર્ષના સમયગાળા બાદ 14 કરોડથી વધુના ખર્ચે બનેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાનનું થયુ લોકાર્પણ

vartmanpravah

GNLU સેલવાસના વિદ્યાર્થીઓ માટે કેનેડિયન પ્રોફેસર દ્વારા કાયદા અને અર્થશાષા પર ત્રણ દિવસીય વ્‍યાખ્‍યાન શ્રેણીનું આયોજન

vartmanpravah

વલસાડના પારનેરામાં રામ નવમી નિમિત્તે નિકળેલી ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

દમણ જિલ્લા કોળી સમાજના કાર્યવાહક પ્રમુખ તરીકે પ્રો.ડો. નાનુભાઈ પટેલની વરણીઃ ઠેર ઠેરથી આવકાર

vartmanpravah

વાપી નગરપાલિકાએ રૂા.16.61 કરોડની વેરા વસુલાત કરી : 96.24 ટકાકામગીરી

vartmanpravah

વલસાડ જિલ્લા સંત સમિતિની રચના : હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

Leave a Comment