(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: દાદરા નગર હવેલીના દાદરા ખાતે રાજસ્થાન સેવા સંગઠન દ્વારા ભારતના વીર પુત્ર મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે બાઈક રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ દાદરા ચેકપોસ્ટથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે સમગ્ર ગામમાં ફરી હતી. આ અવસરે સમાજના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને જોધપુરથી ખાસ પધારેલ કલાકાર આશા વૈષ્ણવ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/05/IMG-20230509-WA0015-960x720.jpg)