Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ ફેડરેશન ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અધ્‍યક્ષ બનતા અતુલ શાહઃ મહામંત્રીની જવાદબારી કે.ટી. પરમારના શિરે

પ્રદેશના આર.ટી.ઓ. તરીકે આગવી કામગીરી બજાવનાર કે.ટી.પરમાર હવે પોતાની ઉદ્યોગપતિ તરીકેની નવી ઈનિંગમાં ઈન્‍ડસ્‍ટ્રીઝ ફેડરેશનના મહામંત્રી તરીકે પણ પ્રદેશને એક નવી ઓળખ આપશે એવીબળવત્તર બનેલી આશા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન-સેલવાસના વર્ષ 2023-24ના પદાધિકારીઓની નિમણૂકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન એ સેલવાસમાં કાર્યરત ત્રણ ઔદ્યોગિક સંગઠનોનું સંયુક્‍ત ઉપક્રમ છે. પરંપરા અનુસાર અધ્‍યક્ષ પદ સેલવાસ ઇન્‍ડસ્‍ટ્રીઝ એન્‍ડ મેન્‍યુફેક્‍ચર્સ એસોસિએશનને આપવામાં આવનાર હતું. આ એસોસિએશન તરફથી અધ્‍યક્ષ પદ માટે શ્રી અતુલ શાહની નિમણૂક કરવામાં આવી હતી. જ્‍યારે ફેડરેશનના ઉપ પ્રમુખ તરીકે રાજન અગ્રવાલની નિમણૂક કરવામાં આવી હતી. સેલવાસ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન પાસે મહાસચિવનું પદ હતું જેના સ્‍થાને શ્રી કે. ટી. પરમારની નિમણુક કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, પ્રદેશના આર.ટી.ઓ. તરીકે આગવી કામગીરી બજાવનાર શ્રી કે.ટી.પરમાર હવે પોતાની ઉદ્યોગપતિ તરીકેની નવી ઈનિંગમાં ઈન્‍ડસ્‍ટ્રીઝ ફેડરેશનના મહામંત્રી તરીકે પણ પ્રદેશને એક નવી ઓળખ આપશે એવી આશા વ્‍યક્‍ત થઈ રહી છે.
ફેડરેશનના નિવૃત અધ્‍યક્ષ શ્રી સંજીવ કપુરે નવી ટીમને શુભકામના આપતા જણાવ્‍યું હતું કે, આ ટીમ એક ઉત્‍સાહી અને ઉર્જાવાન ટીમ છે, જેઓ દાદરા નગર હવેલીના ઉદ્યોગોની સમસ્‍યાથી પરિચિત છે અને નિヘતિ રૂપે પ્રશાસન અને ઉદ્યોગોવચ્‍ચે એક મજબૂત સેતૂ તરીકે કામ કરશે.

Related posts

રોટરી રેન્‍જર વલસાડ દ્વારા આઇકોનિક ટીચર એવોર્ડ સમારોહ યોજાયો

vartmanpravah

ધરમપુર રાજચંદ્ર હોલમાં ભાજપ દ્વારા દિવાળી સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો : ધારાસભ્‍ય સહિત મંડળના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

37મી સબ જુનિયર હેન્‍ડબોલ (અન્‍ડર -19 ભાઈઓ) માટે દાનહના સેલવાસ ખાતે ખેલાડીઓની પસંદગી કરાશે

vartmanpravah

કોવિડ રસીકરણનો બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનો સમયગાળો 9 માસથી ઘટાડી 6 માસનો કરાયો

vartmanpravah

રેન્‍જ સુપા દ્વારા નવસારી તાલુકા કક્ષાના 75મા વનમહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

લોકસભા 2024ની ચૂંટણીમાં દમણ-દીવ બેઠક ઉપર ભાજપનો ઉમેદવાર કોણ?: અટકળોનું બજાર ગરમ

vartmanpravah

Leave a Comment