(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: પોદાર ઈન્ટરનેશનલ નીત નવી પ્રવૃત્તિઓને લીધે પ્રસિધ્ધિ પ્રાપ્ત કરી રહી છે. આવી જ એક ખૂબ મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિ ‘વિશ્વ પુરુષ દિવસ’ (ઈન્ટરનેશનલ મેન્સ ડે) જે 19 નવેમ્બરનાં રોજ વિશ્વમાં મનાવવામાં આવે છે. આ વિષય અંતર્ગત પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં પણ ‘મેન્સ-ડે’ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્કૂલની તમામ મહિલા શિક્ષકોએ સાથે મળી શાળાનાં આચાર્યશ્રી અનુપમ ઉપાધ્યાય તેમજ અન્ય વહીવટી વર્ગ અને પુરુષ શિક્ષકો માટે સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ પુરુષ અધ્યાપકો માટે વિવિધ રમત ગમત જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. તેમજ શાળાનાં તમામ પુરુષ અધ્યાપકોને ગ્રિટિંગ્સ કાર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ જીવનમાંજેમા માતા-બહેન પત્ની, દિકરીનું મહત્ત્વ છે તેવી જ રીતે મનુષ્ય જીવનમાં પુરુષનું પણ એક પિતા, ભાઈ પતિ, દિકરો તરીકે આગવું મહત્ત્વ છે એ વાતને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી અનુપમ ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ થયો હતો.
