Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં પ્રખ્‍યાત બનેલ પારડી નગરપાલિકાના તમામ 28 સભ્‍યોને પ્રાદેશિક કમિશનર કચેરીનુંતેડું ગેરવહીવટ પુરવાર થતાં તમામ રકમ સભ્‍યો પાસેથી વસૂલવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: સમગ્ર ગુજરાતની નગરપાલિકામાં ભ્રષ્ટાચારની શાળા નહીં પરંતુ કોલેજ તરીકે પ્રખ્‍યાત એવી પારડી નગરપાલિકામાં વર્ષોથી એક તરફી ભાજપનું રાજ ચાલી આવે છે પરંતુ આ વખતે કેટલાય વર્ષો બાદ ભાજપ અને કોંગ્રેસના 14-14 સભ્‍ય ચૂંટાઈ આવી, ટાઈ થયા બાદ ફરી એક વખત નસીબે સાથ આપતા ભાજપે સત્તા હાંસલ કરી હતી અને એક મજબૂત વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ હોવા છતાં આંધળોને પણ દેખાય એવા વિકાસના નામે ખૂબ ભ્રષ્ટાચાર થયેલો આંખે ઉડીને દેખાઈ આવે છે.
વાત કરીએ તો 99 એકરના ઐતિહાસિક તળાવમાં વિકાસના નામે લાખો કરોડોનો ભ્રષ્ટાચાર, કુદરતી ધરોહર એવા ઐતિહાસિક કિલ્લામાં લાખોનો ખર્ચો, સ્‍ટેડિયમ, ગૌરવ પથ પરનો ગેટ અને વર્ષોથી કોમન ગણાતા એવા રસ્‍તા પાણી અને લાઈટના કામોમાં થયેલ ભ્રષ્ટાચારને લઈ આ જ વિસ્‍તારમાં સાંસદ અને ગુજરાત સરકારના નાણામંત્રીનું નિવાસ સ્‍થાન હોવા છતાં પારડી નગરપાલિકા ખૂબ બદનામ થાય છે અને છેલ્લે છેલ્લે પારડીના ઐતિહાસિક તળાવમાં બનાવવામાં આવેલ બાગના લોકાર્પણમાં પાંચ લાખના ખર્ચાને લઈ નાનું બાળક પણ સમજી જાય એ હદના ખર્ચાઓના બિલ દ્વારા કરેલ ભ્રષ્ટાચારને લઈ સમગ્રગુજરાતમાં પારડી નગરપાલિકા ચર્ચાના ચકડોળે ચડી ગઈ હતી.
આમ સરેઆમ થયેલ ભ્રષ્ટાચાર અને આ અંગેની અનેક અરજીઓ તથા હાલમાં જ પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા આવેલ અધિકારીઓના અવલોકનને લઈ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરી સુડા ભવન સુરત દ્વારા પારડી નગરપાલિકાના તમામ 28 સભ્‍યોને એક નોટિસ પાઠવી તમામને કલમ 70(1) અને કલમ 258 (1) હેઠળ જવાબ આપવા તારીખ 18.5.2023 ના રોજ પ્રાદેશિક કમિશનર કચેરી સુરત ખાતે હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્‍યુ છે.
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરી સુરત દ્વારા આપવામાં આવેલ નોટિસને લઈ તમામ સભ્‍યોમાં ફડફડાટ ફેલાઈ ગયો છે. સાથે સાથે સમગ્ર પારડી નગરમાં આ ચર્ચાનો વિષય બન્‍યો છે. લોકોએ વિશ્વાસ રાખી પોતાના વિસ્‍તારમાંથી ચૂંટીને મોકલેલ સદસ્‍ય પોતાના વિસ્‍તારના વિકાસના કામો કરવાના બદલે ભ્રષ્ટાચાર આદરી પોતાના ખિસ્‍સા ભરતા નગરના લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
કલમ 70 (1) ના અનુસંધાને નાણાના ગેરઉપયોગ તથા સભ્‍યએ પોતાની ફરજ દરમ્‍યાન ગફરત કરી હશે તો આ તમામ રકમ નગરપાલિકાને ભરભાઈ કરવાની રહેશેના કાયદાને લઈ કેટલાક સભ્‍યો અત્‍યારથી જ વકીલોનો સંપર્ક પણ કરી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આમ પારડી નગરપાલિકા લગભગ પહેલી પણ હોઈ શકે જેનેગેરવહીવટ કે ભ્રષ્ટાચારના મામલે પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા ચૂંટાયેલા તમામ નગરપાલિકાના સભ્‍યોને પ્રાદેશિક કમિશનર કચેરી સુરત ખાતે બોલાવવામાં આવ્‍યા હોય, આમ પારડી નગર તથા પારડી પાલિકાની બેઈજ્જતી કરનારા આવા સભ્‍યોને પારડીની જનતા સબક શીખવાડશે એમાં કોઈ બે મત નથી.

Related posts

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ તરીકે મોહનભાઈ લકમને સંભાળેલો વિધિવત્‌ અખત્‍યાર

vartmanpravah

સમગ્ર પારડી વિસ્‍તારમાં કમોસમી વરસાદ : કેટલાય દિવસની અસહ્ય ગરમીમાં રાહત, જ્‍યારે ખેડૂત બન્‍યો બેહાલ

vartmanpravah

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝ સ્‍થિત ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા દ્વારા સુશાસન દિવસ અંતર્ગત અટલ બિહારી વાજપેયીજીના વિષયમાં મોડર્ન સ્‍કૂલમાં વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લાા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અક્ષસ્થાાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah

સખી-વન સ્‍ટોપ સેન્‍ટર યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની મુલ્‍યાંકન સમિતિની બેઠક મળી

vartmanpravah

Leave a Comment