December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કરચોંડ અને રાંધા, કૌંચાને જાડતા કોઝવે પર તુલસી નદીના પાણી ફરી વળ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લામાં સતત ત્રણ દિવસથી મેઘોમહેરબાન થયો છે ત્‍યારે વલસાડ જિલ્લાની તમામ નદીઓ હાલ બે કાંઠે જોવા મળી છે. વલસાડના કપરાડા અને ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નાના નાના કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. નીચાણવાળા વિસ્‍તારોમાં લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્‍યા છે. કરચોન્‍ડ નજીક રાંધા અને કૌચાને જોડતા કોઝવે પર તુલસી નદીના પાણી ફરી વળતા બંને તરફના ગામના લોકો મુશ્‍કેલીમાં મુકાયા છે. કોઝવે પસાર કરવા કલાકો સુધી રાહ જોવી પડે છે. કેટલાક લોકો જીવને જોખમમાં મૂકી કોઝવે પસાર કરતાં જોવા મળ્‍યા હતા. આજે પણ વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Related posts

વાપી નોટિફાઈડ બોર્ડની મિટિંગ યોજાઈ : સન 2024-25 માં હાઉસિંગ અને ઈન્‍ડસ્‍ટ્રીઝ માટે પામી દર 10 ટકા ઘટાડો થશે

vartmanpravah

પારડી સી.એચ.સી.ખાતે ઓક્‍સિજન પ્‍લાન્‍ટનો શુભારંભ : કોરોનાની ત્રીજી લહેરની અગમચેતી તૈયારી

vartmanpravah

ધરમપુરની આવધા પ્રાથમિક શાળામાં સી.ડી.એસ. બીપીન રાવતને શાળા પરિવારે શ્રધ્‍ધાંજલી અર્પણ કરી

vartmanpravah

શિક્ષક દિવસના ઉપલક્ષમાં ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દમણની સરકારી પોલિટેકનિકના વિભાગાધ્‍યક્ષ ડૉ. રાકેશકુમાર ભૂજાડેની ટેક-ગુરૂના એવોર્ડથી કરાયેલું સન્‍માન

vartmanpravah

મકરસંક્રાતી ચિત્રસ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

સાયલી નહેર નજીકથી મળી આવેલી લાશ પ્રકરણમાં દાનહ પોલીસે ત્રણ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment