October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ચીખલીના સોલધરા ગામે દીપડાએ એક બકરી અને બકરાને ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

તસવીર અહેવાલ દીપક સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.28 
પ્રાપ્ત માહિતી અનુસાર દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્‍તી તરફ આવી રહ્યા છે. ત્‍યારે સોલધરા ગામના શામળ ફળીયામાં રહેતા ભીખુભાઈ સોમાભાઈ આહીરના કોઢારામાં રવિવારની રાત્રીના સમયે દીપડાએ એક બકરો અને એક બકરીને ખેંચી જઈ ફાડી ખાતા ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ વૈભવભાઈ બારોટ સહિતના આગેવાનોએ સ્‍થળની મુલાકાત લઈ બનાવ અંગેની જાણ સોલધરા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા ચીખલી વન વિભાગ દ્વારા પંચક્‍યાસ કરી પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.
જોકે બે દિવસ પૂર્વે પણ તાલુકાના સાદડવેલ અને સાદકપોર-ગોલવાડ ખાતે પણ દીપડાએ એક બકરી અને વાછરડાનો શિકાર કર્યો હતો. ત્‍યારે તાલુકામાં દીપડાની અવર જવર વધી જવા પામી છે અને લોકોમાં પણ ભયનો માહોલ પેદા થયો છે.

Related posts

આઝાદીના અમૃત મહોત્‍સવના ઉપલક્ષમાં આજે દીવમાં યુવા કાર્યક્રમોને ખેલવિભાગ દ્વારા આયોજીત તરણ અને ફીટનેશ લીગ ચેમ્‍પિયનશીપ

vartmanpravah

સેલવાસ પાલિકા હરકતમાં : બિલ્‍ડરો દ્વારા નદીમાં છોડાતા ડ્રેનેજના પાણીને બંધ કરવા શરૂ કરેલી કવાયત

vartmanpravah

કપરાડા કરચોંડમાં તુલસી નદીના કોઝવે પર પાણી ફરી વળતાં અંતિમ સંસ્‍કાર માટે શબ કેડ સમા પાણીમાંથી લઈ જવા લોકો લાચાર

vartmanpravah

મામલતદાર કચેરી ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બન્‍યો લો બોલો… સરકારી કચેરીમાં કૃષિપંચની મહિલા નકલ કારકુન રૂા.1,000/- ની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

નવયુગ ગ્રુપ દમણ રાણા શેરીના રહેવાસીઓએ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં બુધવારે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

Leave a Comment