પોલીસે રોકડા રૂપિયા અને ગંજીપાના જપ્ત કરી આરોપીઓને જેલ ભેગા કર્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વાપી હકીમજીમાર્કેટના પાર્કિંગમાં ખુલ્લામાં બેસી જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.
વાપી પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન વાપી હકીમજી માર્કેટ દ્વારકેશ હોટલ પાછળ પાર્કિંગમાં ખુલ્લામાં ચાર જુગારીયા ગંજીપાના ઉપર હારજીતનો જુગાર રમતા ઝડપી લીધા હતા. ઝડપાયેલા જુગારીયાઓમાં જગદંબા સુરજકાંત મિશ્રા, મોહંમદ દરીશ, તિર્થ યાદવ અને ધર્મેન્દ્ર સુખઈ રંગે હાથે પોલીસે જુગાર રમતા ઝડપી પાડયા હતા. પોલીસે મુદ્દામાલ તરીકે દાવમાં રાખેલા રોકડા રૂપિયા 1210 અને ગંજીપાના જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી જેલ ભેગા કર્યા હતા.