Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી એલ.જી હરિયા સ્‍કૂલમાં વિશ્વ પૃથ્‍વી દિવસની ઉજવણી કરવામાં આવી

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલમાં વિશ્વની પૃથ્‍વી દિવસની ઉજવણી કરવામાં આવી. 22 એપ્રિલના રોજ વિશ્વભરમાં પૃથ્‍વી દિવસમનાવવામાં આવી છે. ખાસ કરીને લોકો પૃથ્‍વી અને પર્યાવરણ વિશે જાગૃત થાય તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલમાં પૃથ્‍વી દિન અંતર્ગત વિવિધ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્‍યું. જેમાં ધોરણ 1 થી ધોરણ 4 માટે-વાલાપીસ વિથે નેચરલ મટિરિઅલ, ધોરણ 5 થી 8 માટે સેવ અર્થ સેવ લાઈફ-નાટક અને ધોરણ 7 થી 12 માટે બેસ્‍ટ આઉટ ઓફ વેસ્‍ટ (રિસાયકલ ધ વેસ્‍ટ) જેવી પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રતિયોગિતામાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્‍યામાં ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વર્તમાન પર્યાવરણીય પરિસ્‍થિતિને ધ્‍યાનમાં લઈને વિવિધ આબેહુબ કૃતિઓ રજૂ કરી કાર્યક્રમને સફળ બનાવ્‍યો. શાળા મેનેજમેન્‍ટ પ્રિંન્‍સિપાલ શ્રીમતી બીની પૌલે વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

પારડી નગરપાલિકા પશ્ચિમ વિભાગના લોકોને પડતી પાણીની સમસ્‍યા ટૂંક જ સમયમાં દૂર થશે

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્‍થાપિત વિઘ્નહર્તાના કરેલા દર્શન

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપે 17 સભ્‍યોની લદ્દાખ એડવેન્‍ચર કેમ્‍પ પૂર્ણ કરીને રચ્‍યો ઈતિહાસ

vartmanpravah

કપરાડા-નાસિક-શિરડી જતી લક્‍ઝરી બસમાં આગ ભભુકતા બસ બળીને ખાખ થઈ ગઈ

vartmanpravah

વલસાડ રાષ્‍ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્‍તિ માટે જિલ્લા કલેક્‍ટરને પાઠવેલું આવેદનપત્ર

vartmanpravah

‘ચૂંટણી લોકશાહીનું પર્વ છે’

vartmanpravah

Leave a Comment