January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સીબીએસઈની ધોરણ 10ની પરીક્ષામાં પરિણામ નબળુ આવતાં દાનહની બે ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ તણાવમાં આવી કરેલી આત્‍મહત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.12: સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન(સીબીએસઈ) દ્વારા લેવાયેલ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્‍યું હતું. આજે જાહેર થયેલ કેન્‍દ્રીય માધ્‍યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાના પરિણામમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કેટલાક વિદ્યાર્થીઓનું પરિણામ સારૂં નહીં આવ્‍યું હતું. જેમાં સામરવરણી અને સેલવાસની ખાનગી શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પણ પરિણામ નિરાશાજનક રહેવા પામ્‍યું હતું. નબળા પરિણામના કારણે નાસીપાસ થઈ બે વિદ્યાર્થીઓએ આત્‍મહત્‍યા કરી લેતાં સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આજે જાહેર થયેલા પરિણામમાં દાદરા નગર હવેલીના સામરવરણી અને સેલવાસની શાળાના બે વિદ્યાર્થીઓએ નબળા આવેલા પરિણામના કારણે નાસીપાસ થતાં એક વિદ્યાર્થીઓએ ટેરેસ ઉપરથી કૂદકો મારી અને બીજાએ ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી જીવન ટૂંકાવ્‍યું હતું.
સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં ધોરણ 10માં ભણતી 15 વર્ષીય યુવતી (રહેવાસી યોગીહીલ આમલી સેલવાસ) જેણે સવારે સી.બી.એસ.ઈ. બૉર્ડનું પરિણામ જોયા બાદ એનું પરિણામ નબળુ આવતા તણાવમાં આવી બિલ્‍ડીંગના ટેરેસ ઉપર ચડી જઈ ઉપરથી કૂદકો માર્યો હતો. યુવતી નીચે પાર્ક કરેલ એક કાર ઉપરપટકાયા બાદ જમીન ઉપર પડી હતી જેના કારણે તેણીને ગંભીર ઇજા થતા ઘટના સ્‍થળ ઉપર જ મોત થયું હતું. જ્‍યારે અન્‍ય એક કિસ્‍સામાં સામરવરણી ગામે આવેલ અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ મીડીયમ શાળામાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થી (ઉ.વ.15) જેણે પણ એનું પરિણામ નબળુ આવતા તણાવમાં આવી ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી જીવન ટૂંકાવ્‍યું હતું.
આ ઘટના અંગેની જાણ પોલીસને કરાતા સેલવાસ પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસેલો વરસાદ

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસે મુથ્‍થુ ગેંગના બે આરોપીને ઝડપી પાડયા

vartmanpravah

વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝ બિલખાડી કિનારે મુખ્‍ય પાણીની લાઈન લીકેજ : હજારો લીટર પાણી વેડફાટ

vartmanpravah

બિનહરિફ ચૂંટાયેલી વી.આઈ.એ.ની ઈ.સી. કમિટી મે મહિનામાં ચાર્જ સંભાળશે : નવી ટીમની રચના કરાશે

vartmanpravah

અરણાઈ ખાતે આંતરરાષ્‍ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી તથા દેશી બીજ બેન્‍કનું ઉદઘાટન કરાયું

vartmanpravah

વાપી બલીઠા વિસ્‍તારમાંથી સગીરાને ભગાડી જનાર વિધર્મી આરોપી નાસિકમાં ઝડપાયો

vartmanpravah

Leave a Comment