April 20, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી વિસ્‍તારમાં રક્‍તદાન મહાકુંભ યોજાયો: અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદે રચ્‍યો ઈતિહાસ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્‍મજયંતિ નિમિત્તે યોજાયેલ 11 સ્‍થળોએ રક્‍તદાન શિબિરોમાં 1002 યુનિટ રક્‍તદાન થયું

(વર્તમાન પ્રવાહવાપી બ્‍યુરો)
વાપી, તા.18: અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા શનિવારે વાપી આસપાસના 11 જુદા જુદા સ્‍થળોએ રક્‍તદાન શિબિરોનું સામુહિક આયોજન કર્યું હતું. જેમાં કુલ 1002 યુનિટ રક્‍ત એકત્રિત થતા ઈતિહાસ રચાયો હતો.

અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની 12મી જન્‍મ જયંતિ અને પરિષદના સ્‍થાપના દિનની ઉજવણી રક્‍તદાન કેમ્‍પના આયોજન કરી હતી. આ મેઘા રક્‍તદાન મહાકુંભ વાપી, દમણ, સેલવાસ, પારડી ખાતે મળી 11 વિવિધ સ્‍થળોએ સામુહિક આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં રક્‍તદાતાઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. તેરાપંથ ભવન હાઈવે વાપી ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્‍થિત રહીને રક્‍તદાતાઓને પ્રોત્‍સાહિત કર્યા હતા. શિબિર રક્‍તદાતાઓને ભેટ તથા પ્રમાણપત્રો આપવામાં આવ્‍યા હતૌ. સવારે 9 થી સાંજે 5 સુધી યોજાયેલ રક્‍તદાન કેમ્‍પોમાં કુલ 1002 યુનિટ રક્‍તદાન નોંધાયું હતું.

આ પ્રસંગે સભા અધ્યક્ષ શ્રી મહેન્દ્ર મહેતા, રાજસ્થાન જૈન એક્તા મંચના અધ્યક્ષ શ્રી લલિત પોરવાડ, શ્રી જીતેશ વાઘરેચા, શ્રી લોકેશ શાંખલા, શ્રી વિનોદ મહેર, શ્રી અરૂણ શિરોયા, શ્રી વિજય લોઢા ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ચીખલીની સ્‍પંદન હોસ્‍પિટલના સંચાલકો અને તબીબોએ દાખવેલી માનવતા : ડાંગ આહવાના ગરીબ પરિવારના સભ્‍યની એક મહિનાની સારવાર અને દવાનું રૂા. 1.પ0 લાખનું બિલ માફ કર્યું

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે જીપીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

વાપીમાં લઘુ ઉદ્યોગ ભારતીનું સંમેલન યોજાયું

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન થ્રીડી સ્‍ટેટ ભારત સ્‍કાઉટ ગાઇડના પ્રમુખ બનશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં હાઈરિસ્‍ક દેશોમાંથી આવેલા 1086 લોકોને હોમક્‍વોરોન્‍ટાઈન કરાયા

vartmanpravah

પારડી સોના દર્શન પાસે પાર્ક કરેલી ઈકો કારમાંથી 35 હજારના સાઈલેન્‍સરનીᅠચોરી

vartmanpravah

Leave a Comment