October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા જીરવલ ગામેથી પોતાની ઈકો કાર લઈ નિકળેલ યુવાન ગુમ

નિતિન માલજીભાઈ પાહુ ગત તા.14 એપ્રિલે ઈકો લઈને માંડવા મયુરભાઈના ઘરે જવા નિકળ્‍યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: કપરાડા તાલુકાના જીરવલ ગામેથી પોતાની ઈકો કાર લઈને ગત તા.14 એપ્રિલના રોજ નિકળેલ યુવાન ગુમ થયો છે.
કપરાડાના જીરવલ ગામે માની ફળીયામાં રહેતો નિતિન માલજીભાઈ પાહું ઉ.વ.20 ગત તા.14 એપ્રિલના રોજ ઘરે તેની ઈકો કાર નં.જીજે 21 ઈક્‍યુ 9149 લઈને માંડવા જવા નિકળ્‍યો હતો. માંડવામાં મયુરભાઈના ઘરે કાર મુકીને સવારે 10 વાગ્‍યાના સુમારે કોઈને પણ જણાવ્‍યા વગર ક્‍યાંક નિકળી ગયો હતો. પરિવારે આમ તેમ શોધ કરી હતી પરંતુ નિતિનનો કોઈ પત્તો નહી લાગતા કપરાડા પોલીસ સ્‍ટેશનમાં જાણવા જોગ ફરિયાદ લખાવી હતી. નિતિનના હાથમાં સ્‍ટાર અને અંગ્રેજીમાં એન.એન.પી.નું ટેટુ ચિતરાવ્‍યું છે. કોઈને ભાળ મળે તો કપરાડા પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

સંઘપ્રદેશમાંપી.એમ. વિશ્વકર્મા યોજનાનો પ્રશાસકશ્રીએ કરાવેલો આરંભ

vartmanpravah

દાનહ-દમણમાં છેલ્લા 24 કલાકમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

કપરાડા તાલુકાના વાડઘા ગામે રસ્‍તા પર નાળા કોઝવેના કારણે ગામના લોકોને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘કૃષ્‍ણ જન્‍માષ્‍ટમી’ની રંગેચંગે ઉજવણી થઈ

vartmanpravah

દાનહમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન

vartmanpravah

ચીખલી માણેકપોરથી ગૌમાંસ સાથે એક ઝડપાયોઃ એક દિવસના રિમાન્‍ડ મંજૂર

vartmanpravah

Leave a Comment