January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રમઝાન ઈદ અને રામ નવમીના તહેવારની શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવણી કરવા પારડી પોલીસ સ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.10: આગામી રમઝાન ઈદ અને રામનવમીના તહેવારને ધ્‍યાનમાં રાખીને પારડી પોલીસ સ્‍ટેશન ખાતે પી.આઈ. જી.આર. ગઢવીની અધ્‍યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતુ. જેમાંપોલીસ દ્વારા તહેવારોની કોમી એખલાસની ભાવના તથા શાંતિપૂર્ણ માહોલ સાથે ઉજવણી કરવા અપીલ કરાઈ હતી. ઉપરાંત તહેવારમાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તથા કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને માટે જરૂરી સૂચના સાથે માર્ગદર્શન આપ્‍યું હતું.
પારડી પોલીસ સ્‍ટેશન ખાતે પી.આઈ જી.આર.ગઢવી ની અધ્‍યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું બુધવાર 10.4.2024 ના રોજ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પારડીના પ્રેમલ ચૌહાણ, જિગ્નેશ પટેલ, અનવર મણિયાર, ઇમોદ્દીન સૈયદ, કોલકના અઝીઝભાઈ કોલકર, સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ બેઠકમાં રમઝાન ઈદ સહિત રામનવમીના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવે અને કોમી એકતાનું ઉદાહરણ પારડીમાં કાયમ બની રહે તેમજ કોઈ અશાંતિ ડહોળાય નહિ અને આચારસંહિતા લાગુ હોવાથી કોઈ નાના મોટા બનાવ ન બને તે માટે પણ સૂચન કરવામાં આવ્‍યું હતું. આ સાથે રામનવમી તેમજ રમઝાન ઇદ ના તહેવારને અનુસંધાને જરૂરી માર્ગદર્શન અને સુચના આપવામાં આવી હતી. અને સોશિયલ મીડિયાની ખોટી અફવાઓથી દૂર રહેવા સમજ કરાઈ હતી.

Related posts

દાદરામાં આઈશર ટેમ્‍પોએ એક રાહદારી અને એક એક્‍ટિવા ચાલકને અડફેટે લઈ સર્જેલો અકસ્‍માત

vartmanpravah

ચીખલીના સુરખાઈ ખાતે રવિકૃષિ મહોત્‍સવમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓથી માહિતગાર કરી પ્રાકળતિક ખેતી અપનાવવા માટે પ્રોત્‍સાહિત કરાયા

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા 64 કર્મચારીની બઢતી સહિત 41 પોલીસ કર્મચારીને ઉચ્‍ચત્તર પગારનો લાભ મળ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લા મહિલા પોલીસ SHE ટીમ સિનિયર સિટીઝનને સાઈબર ક્રાઈમથી માહિતગાર કરશે

vartmanpravah

સîઘ­દેશમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા પસંદગીની દુકાનમાંથી જ પુસ્તકો-સ્ટેશનરી ખરીદવા કરાતું દબાણ

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિમાં ભગવાન શિવના જયઘોષ સાથે શિવની કથાને વિરામ અપાયો

vartmanpravah

Leave a Comment