August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ડુંગરીમાં અસલી સોનુ બતાવી 3 કરોડનું સોનું 1 કરોડમાં આપવાનું કહી 50 લાખ લઈ ફરાર ગેંગ વિરૂધ્‍ધ ફરિયાદ

સુરતનું દંપતિમાં રોલામાં હોટલ ઉપર રોકાયેલું ત્‍યારે મોટર સાયકલ ઉપર આવેલા ગઠીયા ભેટી ગયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: ‘‘લોભીયા હોય ત્‍યાં ધુતારા પણ હોય જ” આ યુક્‍તિ વલસાડ ડુંગરીના રોલા ગામે ઘટી હતી. સસ્‍તુ સોનુ આપવા માટે અસલી સોનુ બતાવીને રૂા.3 કરોડનું સોનું એક કરોડમાં આપવાનું સુરતના દંપતિને જણાવી રૂા.50 લાખ ઠગી ફરાર થઈ ગયેલ ગેંગ વિરૂધ્‍ધ ડુંગરી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સુત્રો પાસેથી મળેલ માહિતી મુજબ સુરતનું એક દંપતિ મુંબઈ જતા ડુંગરી રોલા ગામે હાઈવે હોટલ ઉપર રોકાયું હતું તે દરમિયાન મોટર સાયકલ ઉપર બે-ત્રણ અજાણ્‍યા ઈસમો દંપતિને મળ્‍યા હતા. અસલી સોનાનો ટુકડો આપેલ સોનુ અસલી છે. જો તમારા જોઈએ તો રસ્‍તામાં મળી જશે. ત્‍યાર બાદ દંપતિ અહીંથી ચાલી ગયેલ. પેલા ગઠીયા મોબાઈલ નંબર આપી ગયા હતા. બાદમાં દંપતિને ફરી મોબાઈલ ફોન કરીને ચીખલી હોટલ ઉપર બોલાવેલ. ગઠીયાઓએ જણાવેલ કે ત્રણ કરોડનું સોનું 1કરોડમાં આપી દેવાનું છે. આગળ અસલી સોનું બતાવેલુ હોવાથી દંપતિએ લાલચમાં આવી જઈને 50 લાખ રૂપિયા આપી દીધા, બાદમાં આપેલુ સોનું નકલી નિકળતા દંપતિએ ડુંગરી પો.સ્‍ટે.માં ફરાર ગઠીયાઓ વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસને આશા છે કે આ ગુનો ડિડેક્‍ટ થઈ જશે.

Related posts

આજથી ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિ બે દિવસીય સંઘપ્રદેશના પ્રવાસે

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને વલસાડના પારડીના મોતીવાડામાં ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

vartmanpravah

નવસારી જિલ્લાનું ઐતિહાસિક વારસો ધરાવતું દાંડી

vartmanpravah

સેલવાસ ખાતે ‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’ અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપ-સાયકલ વિતરણનો સમારંભ યોજાયો

vartmanpravah

રેડક્રોસ વાપી તાલુકા બ્રાન્‍ચ દ્વારા સરીગામ ઈન્‍ડ. એસોસિએશનમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી વોર્ડ નં.11 ડુંગરાના ચમોલાઈ હળપતિ વિસ્‍તારના રસ્‍તાનું નિરાકરણ કરાયું

vartmanpravah

Leave a Comment