October 13, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

પારડીથી નાનાપોંઢા જતા રસ્‍તાનું ખાતમુહૂર્ત કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

23.9 કિલોમીટર અને 15.83 કરોડના ખર્ચે બનનારો આ રોડ છ મહિનાના સમયગાળામાં પૂર્ણ થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.16: પારડીથી નાનાપોંઢા – કપરાડા જવાનો રોડ પારડીથી લઈ કપરાડા સુધીના લોકો માટે જીવાદોરી સમાન છે. હજારો લોકો દરરોજ પોતાના ધંધા, રોજગાર માટે આ રોડનો ઉપયોગ કરે છે.
ચોમાસા દરમિયાન આ રોડઅત્‍યંત ખરાબ થઈ મશ મોટા ખાડાને લઈ આ રોડનો રોજબરોજ ઉપયોગ કરનારાઓની સ્‍થિતિ દયનીય બની ગઈ હતી. મોટી સંખ્‍યામાં અકસ્‍માતો તથા કેટલાય લોકોના મૃત્‍યુ પણ આ રોડ પર થવા પામ્‍યા છે. સમગ્ર ગુજરાતમાં પણ દરેક જગ્‍યાએ હાઈવે સહિતના રોડ પર પણ મશ મોટા ખાડાને લઈ અકસ્‍માતોની વણઝાર સર્જાતા જે તે સમયે માર્ગ વહન મંત્રીએ રાજીનામું પણ આપવા પડ્‍યું હતું.
પરંતુ ચૂંટણીઓ નજીક આવતા જ વિકાસના કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ, ગરીબ કલ્‍યાણ મેળાઓ અને આવા ખરાબ થઈ ગયેલ રોડના કામો ઝડપભેર હાથ પર લઈ ચૂંટણી પહેલા જ લોકોની સમસ્‍યાઓ દૂર કરવાનો પ્રયત્‍ન થઈ રહ્યા છે.
આજરોજ પારડી થી નાનાપોંઢા-કપરાડા જતા 23.9 કિલોમીટર જેટલા લાંબા અને 15.83 કરોડના ખર્ચે બનનાર રોડનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ રોડ ગુજરાત રાજ્‍યના માર્ગ અને મકાન વિભાગ હેઠળના વલસાડ જિલ્લા દ્વારા છ મહિનાના સમયગાળા દરમિયાન તૈયાર કરવામાં આવશે.
આજના આ પ્રસંગે ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, પારડી તાલુકા પ્રમુખ મહેશભાઈ દેસાઈ, પારડી નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ રાઠોડ,ઉપપ્રમુખ સંગીતાબેન પટેલ, દેવેન શાહ, અલી અન્‍સારી, પ્રણવ દેસાઈ, અજિત ભંડારી, નયનાબેન પટેલ પુષ્‍પાબેન પટેલ, ઉમેશભાઈ પટેલ, પિયુષ દેસાઈ, અશોક પ્રજાપતિ, નિલેશ ભંડારી, સહિત મોટી સંખ્‍યામાં કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઉદવાડા ગામમાં ચિકનની લારી પર ગ્રાહક અને લારી માલિક વચ્‍ચે મારામારી

vartmanpravah

વાપી છરવાડા અંડરપાસ, હાઈવે અને રેલવે આસપાસની ટ્રાફિક સમસ્‍યા નિરાકરણ માટે પોલીસ અને ઉચ્‍ચ અધિકારીઓએ ફોર્મ્‍યુલા બનાવી

vartmanpravah

સાવધાન…: દમણમાં લાંબા અરસાના વિરામ બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 4 પોઝિટિવ

vartmanpravah

નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો

vartmanpravah

પારડીના પોણીયા ખાતેથી સાત જુગારીઓ ઝડપાયા

vartmanpravah

વાપી વિસ્‍તારમાં નવા અમલમાં આવેલ જુદા જુદા ગામોના જંત્રી દર : સૌથી વધુ દર બલીઠા, સૌથી ઓછો કુંતામાં

vartmanpravah

Leave a Comment