Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીઓની ધો.૧૦ બોર્ડમાં ઝળહળતી સિધ્ધિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2023 માં લેવાયેલી પરીક્ષાનું તારીખ 25.05.23 ગુરુવારના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્‍યું હતું. જેમાં શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ, સલવાવના 78 જેટલાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ધોરણ 10 ગુજરાતી માધ્‍યમમાં 30 વિદ્યાર્થીઓમાંથી સમીક્ષા આર. ઉપાધ્‍યાય 95 ટકા સાથે પ્રથમ ક્રમે, હાર્દી વી. હડાની 94.17 ટકા સાથે બીજા ક્રમે અને યાના બી. પટેલ 90.17 ટકા સાથે ત્રીજા ક્રમે ઉત્તીર્ણ રહી સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે.
એજ રીતે અંગ્રેજી માધ્‍યમમાં 48 વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની પરીક્ષા આપી હતી. જેમાં શુભાંગીકુમારી આર. ચૌધરી 86.83 ટકા સાથે પ્રથમ ક્રમે, હિતાક્ષ એ.કાછડીયા 82.66 ટકા સાથે બીજા ક્રમે, નેત્રા બી. ચાવડા અને ઝીલ કે. પંડ્‍યા 82.17 ટકા સાથે ત્રીજા ક્રમે આવી શાળાનું ગૌરવ વધાર્યું છે. આવી ઝળહળતી સિધ્‍ધી બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય સ્‍વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય પુરાણી કપિલ જીવનદાસજી, પૂજ્‍ય રામસ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, શ્રીમતી જયશ્રીબેન સોડવડિયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો. શૈલેશ વી. લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી શ્રીમતી રીનાબહેન દેસાઈ અને તમામ સ્‍ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

સેલવાસ-નરોલીના રોયલ બારના સંચાલક શર્મા અને તેના સાગરીતો દ્વારા ગુજરાત પોલીસને બાતમી આપી હોવાની શંકાથી બાતમીદાર અને તેની પત્‍નીનું અપહરણ કરી બેરેહમીથી માર મારવાની ઘટનાનો વીડિયો વાયરલ

vartmanpravah

વિજયોત્સવ મનાવવામાં આવ્યો

vartmanpravah

ટોકરખાડા શાળામાં વિદ્યાર્થીનીઓ માટે હેલ્‍પ ડેસ્‍કનો કરાયેલો શુભારંભ

vartmanpravah

વાપી રેલવે ઓવરબ્રિજ ઉપર રિક્ષા અને ટેમ્‍પો વચ્‍ચે અકસ્‍માત : એક ઘાયલ : કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો

vartmanpravah

વલસાડ નગરપાલિકા દ્વારા કરાયેલા વેરામાં વધારા સામે નોંધાયેલો વિરોધ

vartmanpravah

કરણ જાદુગર રોમાંચ રહસ્‍યનો થ્રિલર સંગમઃ માથું-પગ દેખાય અને ધડ ગાયબ

vartmanpravah

Leave a Comment