Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગુજરાત એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાનું દાદરા નગર હવેલીનું 59.70ટકા પરિણામ: ગત વર્ષની સરખામણીમા 10.27 ટકાનો થયેલો સુધારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : આજે ગુજરાત એસ.એસ.સી. બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્‍યું હતું. કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ધોરણ 10 પરિણામ 59.70 ટકા જેટલું આવ્‍યું છે. જેમાં દાનહ જિલ્લાની સરકારી શાળાઓનું પરિણામ 55.99 ટકા જ્‍યારે ખાનગી શાળાઓનું કુલ પરિણામ 87.35 ટકા રહેવા પામ્‍યું હતું.
આજેજાહેર થયેલ ધોરણ 10ની પરીક્ષાના પરિણામમાં ગવર્નમેન્‍ટ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ રખોલી-ગુજરાતી મીડીયમ શાળામાંથી 158 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 91 વિદ્યાર્થીઓ પાસ અને 67 નાપાસ થતાં શાળાનું પરિણામ 57.59 ટકા આવ્‍યું છે. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ રખોલી ઈંગ્‍લીશ મીડીયમ શાળામાંથી 179 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 140 પાસ અને 39 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું કુલ પરિણામ 78.21 ટકા રહ્યું છે. દાદરાની ગુજરાતી માધ્‍યમ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાંથી 53 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી 17 જ પાસ અને 36 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ ખુબ જ નબળું 32.08 ટકા આવ્‍યું છે. જ્‍યારે દાદરા હાયર સેકન્‍ડરી ઈંગ્‍લીશ મીડીયમ શાળામાંથી 199 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 123 પાસ અને 76 નાપાસ થતાં શાળાનું પરિણામ 61.81 ટકા આવ્‍યું છે. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ગલોન્‍ડા ગુજરાતી માધ્‍યમના 163 વિદ્યાર્થીઓમાંથી 60 પાસ અને 103 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 36.31 ટકા આવ્‍યું છે. હાયર સેકન્‍ડરી રાંધા ગુજરાતી માધ્‍યમ શાળામાંથી 97 વિદ્યાર્થીઓમાંથી 53 પાસ અને 44 નાપાસ થતાં શાળાનું કુલ પરિણામ 54.64 ટકા આવ્‍યું છે. હાયર સેકન્‍ડરી નરોલી ગુજરાતી માધ્‍યમ શાળામાંથી 134 વિદ્યાર્થીમાંથી 53 પાસ અને81 નાપાસ થતાં શાળાનું પરિણામ 39.55 ટકા જેટલું આવ્‍યું છે. જ્‍યારે હાયર સેકન્‍ડરી સ્‍કૂલ નરોલી અંગ્રેજી માધ્‍યમમાંથી 87 વિદ્યાર્થીમાંથી 55 પાસ અને 32 નાપાસ થતાં શાળાનું પરિણામ 63.22 ટકા આવ્‍યું છે. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ટોકરખાડા અંગ્રેજી માધ્‍યમમાંથી 698 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી 515 પાસ 183 નાપાસ થતાં શાળાનું પરિણામ 73.78 ટકા આવ્‍યું છે.
હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાનવેલ ગુજરાતી માધ્‍યમમાં 166 વિદ્યાર્થીઓમાંથી 56 પાસ અને 110 નાપાસ શાળાનું પરિણામ 33.73 ટકા આવ્‍યું છે. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાનવેલ અંગ્રેજી માધ્‍યમમાંથી 109 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 60 પાસ અને 49 નાપાસ થતાં શાળાનું પરિણામ 55.05 ટકા આવ્‍યું છે. હાયર સેકન્‍ડરી ટોકરખાડા હિન્‍દી માધ્‍યમ શાળામાંથી 226 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાંથી 162 પાસ અને 64 નાપાસ થતાં શાળાનું પરિણામ 71.68 ટકા આવ્‍યું છે. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ દૂધની ગુજરાતી માધ્‍યમના 210 વિદ્યાર્થીઓમાંથી 55 પાસ અને 155 નાપાસ થતાં શાળાનું પરિણામ 26.19 ટકા, હાયર સેકન્‍ડરી સ્‍કૂલ દપાડા ગુજરાતી માધ્‍યમના 133 વિદ્યાર્થીઓમાંથી 50 પાસ અને 83 નાપાસ થતાં શાળાનું પરિણામ 37.59 ટકા, ગવર્નમેન્‍ટ હાઇસ્‍કૂલ ડોકમરડી ગુજરાતી માધ્‍યમના 74 વિદ્યાર્થીઓમાંથી 49પાસ અને 25 નાપાસ થતાં શાળાનું પરિણામ 66.22 ટકા, ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ મોરખલ ગુજરાતી માધ્‍યમના 51 વિદ્યાર્થીઓમાંથી 25 પાસ અને 26 નાપાસ થતાં શાળાનું પરિણામ 49.02 ટકા આવ્‍યું છે. ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ ખરડપાડા ગુજરાતી માધ્‍યમના 109 વિદ્યાર્થીઓમાંથી 58 પાસ અને 51 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 53.21 ટકા, ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ ઝંડાચોક ગુજરાતી માધ્‍યમના 133 વિદ્યાર્થીઓમાંથી 67 પાસ અને 66 નાપાસ શાળાનું પરિણામ 50.38 ટકા આવ્‍યું છે. ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ સુરંગી ગુજરાતી માધ્‍યમના 116 વિદ્યાર્થીઓમાંથી 90 પાસ અને 26 નાપાસ થતાં શાળાનું પરિણામ 77.59 ટકા,
ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ સીલી ગુજરાતી માધ્‍યમ શાળામાંથી 93 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 26 પાસ અને 67 નાપાસ થતાં શાળાનું પરિણામ ખુબજ નબળું 27.96 ટકા આવ્‍યું છે. ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ ફલાંડી ગુજરાતી માધ્‍યમના 68 વિદ્યાર્થીઓમાંથી 24 પાસ અને 44 નાપાસ થતાં શાળાનું પરિણામ 35.29 ટકા આવ્‍યું છે. ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ મસાટ ગુજરાતી માધ્‍યમના 68 વિદ્યાર્થીઓમાંથી 32 પાસ અને 36 નાપાસ શાળાનું પરિણામ 47.06 ટકા આવ્‍યું છે.
દાનહની ખાનગી શાળાઓમાં ફાધર ઍગ્નેલો ઈંગ્‍લીશ સ્‍કૂલ સેલવાસના 112 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી 101 પાસ અને 11વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 90.18 ટકા જેટલું ટકા રહેવા પામ્‍યું હતું.
પ્રભાત સ્‍કોલર્સ એકેડેમી સેલવાસના 131 વિદ્યાર્થીઓમાંથી 122 વિદ્યાર્થીઓ પાસ અને 9 વિદ્યાર્થી નાપાસ થતાં શાળાનું પરિણામ 93.13 ટકા, શ્રીમતી એમ.જી. લુણાવત ઈંગ્‍લીશ સ્‍કૂલ દાદરાના 12 વિદ્યાર્થીઓમાંથી 11 પાસ 1 નાપાસ થતાં શાળાનું પરિણામ 91.67 ટકા આવ્‍યું છે. પ્રબધા વિણા વાદીની જ્ઞાનપીઠ કુંડાચાના 57 વિદ્યાર્થીઓમાંથી 37 પાસ અને 20 નાપાસ થતાં શાળાનું પરિણામ 64.91 ટકા, ઈશુ રુદય હાઈસ્‍કૂલ દપાડાના 36 વિદ્યાર્થીઓમાંથી 29 પાસ અને 7 નાપાસ થતાં શાળાનું કુલ પરિણામ 80.56 ટકા આવ્‍યું છે.
સરકારી શાળાના કુલ 3324 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1861 પાસ અને 1463 નાપાસ ટોટલ પરિણામ 55.99 ટકા આવ્‍યું છે અને ખાનગી શાળાના 3779 વિદ્યાર્થીઓમાંથી 2256 પાસ અને 1523 નાપાસ થતાં કુલ પરિણામ 59.70 ટકા આવ્‍યું છે.
દાનહ જિલ્લામાં અવ્‍વલ વિદ્યાર્થીઓમાં સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્‍યમ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ દાદરાની વિદ્યાર્થીની પાટીલ ભાવિકા યોગેશે 88.50 ટકા સાથે પ્રથમ, હાયર સેકન્‍ડરી અંગ્રેજી માધ્‍યમ- ઉપાધ્‍યાય વિશેષ અજય 88.33 ટકા સાથે દ્વિતીય અને હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ટોકરખાડા હિન્‍દી માધ્‍યમ- શાહ વિશ્વકર્મા ગણેશ 87.83ટકા અને હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ટોકરખાડાના વર્માકુમારી ખુશ્‍બુ અજીત 87.83 ટકા સાથે સંયુક્‍ત રીતે ત્રીજા ક્રમે રહ્યા હતા.
સરકારી ગ્રાન્‍ટેડ શાળામાં ઈશુ રુદય હાઈસ્‍કૂલના પટેલ તમન્નાબેન સતીષભાઈ 82 ટકા સાથે પ્રથમ, ઈશુ રુદય હાઈસ્‍કૂલના માહલા જયશ્રીબેન રમણભાઈ 80.33 ટકા સાથે દ્વિતીય અને ઈશુ રુદય હાઈસ્‍કૂલના માહલા હીનાબેન અમ્રતભાઈ 77.67 ટકા સાથે માહલા વિનીતભાઈ કાળુભાઈ 77.67 ટકા સાથે સંયુક્‍ત રીતે તૃતિય ક્રમે આવ્‍યા છે.
જિલ્લાની ખાનગી શાળાઓમાં પ્રભાત સ્‍કોલર્સ એકેડેમી સેલવાસના જીના સ્‍વયં શક્‍તિરંજન 93.17 ટકા સાથે પ્રથમ, ફાધર ઍગ્નેલો સ્‍કૂલ સેલવાસના પટેલ સ્‍મૃતિકુમારી રવિન્‍દ્રભાઈ 88.83 ટકા સાથે દ્વિતીય અને ફાધર ઍગ્નેલો સેલવાસના શેઠ તીર્થ જયેશભાઈ 88.50ટકા સાથે તૃતિય ક્રમે આવ્‍યા છે.
દાદરા નગર હવેલીમાં ઓવર ઓલ ટોપર વિદ્યાર્થીઓમાં પ્રથમ પ્રભાત સ્‍કોલર્સ સેલવાસના જીના સ્‍વયં શક્‍તિરંજન 93.17 ટકા સાથે પ્રથમ, ફાધર ઍગ્નેલો સેલવાસના પટેલ સ્‍મૃતિકુમારી રવિન્‍દ્રભાઈ 88.83 ટકા સાથે દ્વિતીય અને ફાધર ઍગ્નેલો સેલવાસના શેઠ તીર્થ જયેશભાઈ 88.50 ટકા સાથે તૃતિય ક્રમે રહ્યા છે. હાયર સેકન્‍ડરી દાદરાના અંગ્રેજી માધ્‍યમ શાળાના પાટીલ ભાવિકા યોગેશ 88.50 ટકા આવેલ છે.

દાદરા નગર હવેલી મરાઠી માધ્‍યમ ધોરણ12નું પરિણામ જાહેર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: દાદરા નગર હવેલી અને દમણ-દીવનું ધોરણ 12નું મહારાષ્‍ટ્ર બોર્ડનું પરિણામ જાહેર થયું છે. જેમાં ગવર્નમેન્‍ટ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ટોકરખાડા કોમર્સમાં 121 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 118 પાસ અને 3 વિદ્યાર્થી નાપાસ થતાં શાળાનું પરિણામ 97.52 ટકા આવ્‍યું છે. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાનવેલ મરાઠી માધ્‍યમ આર્ટ્‌સમાં 286 વિદ્યાર્થીઓમાંથી 215 પાસ અને 74 નાપાસ થતાં શાળાનું પરિણામ 74.39 ટકા આવ્‍યું છે. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ માંદોની આર્ટ્‍સમાં 251 વિદ્યાર્થીઓમાંથી 220 પાસ અને 31 નાપાસ થતાં શાળાનું પરિણામ 83.66 ટકા આવ્‍યું છે જ્‍યારે આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓમાં 661 વિદ્યાર્થીઓમાંથી 553 પાસ અને 108 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. કુલ પરિણામ 83.66 ટકા આવ્‍યું છે.
જ્‍યારે વિજ્ઞાન પ્રવાહમાં હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાનવેલ મરાઠી માધ્‍યમમાં 121 વિદ્યાર્થીઓમાંથી 116 પાસ અને 5 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 95.87 ટકા આવ્‍યું છે. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ટોકરખાડા મરાઠી માધ્‍યમમાં 44 વિદ્યાર્થીઓમાંથી 44 પાસ થતાં શાળાનું પરિણામ 100 ટકા આવ્‍યું છે. વિજ્ઞાન વિષયમાં 165 વિદ્યાર્થીઓમાંથી 160 પાસ અને 5 વિદ્યાર્થીઓ નાપાસ થતાં કુલપરિણામ 96.97 ટકા આવ્‍યું છે.

Related posts

વાપી યુવા કોંગ્રેસએ વોર્ડ નં.8 નાઝાબાઈ રોડના નવિન આર.સી.સી. રોડની મંથરગતિ કામગીરી અંગે આવેદન પાઠવ્‍યું

vartmanpravah

વાપી સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા એસએલપી ટ્રોફી સિઝન-1 ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરાયેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

મગરવાડા ગ્રા.પં.માં જીએસટી શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડના જલારામ મનોવિકાસ કેન્‍દ્રમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહ બાલાજી મંદિર પરિસરમાં ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ

vartmanpravah

ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા એપ્રિલમાં ખાદ્ય પદાર્થોના ૩૬ નમૂનાની ચકાસણી

vartmanpravah

Leave a Comment