Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવના યુનિવર્સિટી ટોપ ટેનનો આંકડો 250 પાર પહોંચ્‍યો

પ્રોફેસરો રાષ્‍ટ્રીય સ્‍તરે અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે એમ કુલ મળીને 85 થી પણ વધુ સંશોધન પત્રો રજૂ કર્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની સ્‍થાપના વર્ષ 2006માં થઈ છે. આ કોલેજ શરૂઆતથી જ ફાર્મસી કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયા અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની માન્‍યતા ધરાવે છે. આ કોલેજમાં બી.ફાર્મ અને એમ.ફાર્મ કાર્યરત છે જેમાં બી.ફાર્મ 2006 અને એમ ફાર્મ. 2013 થી માન્‍યતા ધરાવે છે. જેમાં બી.ફાર્મમાં અત્‍યાર સુધી કુલ મળીને 964 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થઈ ડીગ્રી હાંસલ કરી છે અને આ ઉપરાંત એમ. ફાર્મમાંથી કુલ મળીને 75 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ ડીગ્રી હાંસલ કરી છે. કોલેજની અવિરત પ્રગતિ પૂજ્‍ય સંતોના આશીર્વાદ અને સીધા માર્ગદર્શનની થાય છે.
છેલ્લા 17 વર્ષથી આ કોલેજનું પરિણામ ઐતિહાસિક સિધ્‍ધિ બની રહ્યું છે જે કોલેજ અને સંસ્‍થા માટે ગૌરવવંતી બાબત છે. જેમાં એસ.પી.આઈ. અને સી.પી.આઈ. વાઈસ પરિણામ જોતા અત્‍યાર સુધી 250 થી પણ વધુ વિદ્યાર્થીઓ જીટીયુ ટોપ ટેનમાં રહ્યા છે અને આ ઉપરાંત બી.ફાર્મ અને એમ. ફાર્મ મળીને પાંચ વખતગોલ્‍ડ મેડલ પ્રાપ્ત કરી ચૂકી છે જે કોલેજની સિદ્ધિમાં મોર પંખ સમાન શોભી રહ્યું છે. આ ઉપરાંત છઠ્ઠી વખત પણ ગોલ્‍ડ મેડલ માટે હકદાર બની છે અને જી.ટી.યુ. ટોપ ટેનમાં હર હંમેશ અવલ નંબર પર રહી છે. આ ઉપરાંત કોલેજના કાર્યરત અને મહેનતુ પ્રોફેસરો રાષ્‍ટ્રીય સ્‍તરે અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે એમ કુલ મળીને 85 થી પણ વધુ સંશોધન પત્રો રજૂ કર્યા છે.

Related posts

સેલવાસની કેટલીક હોટલો, ઢાબાઓમાં નજરે પડતો સ્‍વચ્‍છતાનો અભાવ

vartmanpravah

વાપીના સમાજ સેવક કિરણ રાવલ દ્વારા જરૂરિયાતમંદોને કપડાં વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે કરી નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે શુભેચ્છા મુલાકાત કરી આપેલા અભિનંદન

vartmanpravah

વાપી કોચરવા ગામે તુલજા ભવાની માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર ધાર્મિક કાર્યક્રમ બે દિવસ ઉજવાયો

vartmanpravah

લાઈટિંગ

vartmanpravah

વલસાડ જિલ્લાના ભદેલી જગાલાલા ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્‍સમિશન કોર્પોરેશન (જેટકો) દ્વારા રૂા ૧૯.૩૨ કરોડના ખર્ચે તૈયાર થનાર ૬૬ કે. વી. વીજસ્‍ટેશનનું ભૂમિપૂજન કરતાં રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સમંત્રી કનુભાઇ દેસાઇ

vartmanpravah

Leave a Comment