October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ શિવ શક્‍તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટે 22 અસહાય દીકરીઓનું કરેલું કન્‍યાદાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.28: ઉમરગામ શિવ શક્‍તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી મણીભાઈ પટેલ અને એમના સભ્‍યો દ્વારા સમુહ લગ્નનું આયોજન કરી 22 જેટલી અસહાય દીકરીઓનું કન્‍યાદાન કરી ઉમદા કાર્યોનું દ્રષ્ટાંત રજૂ કર્યું છે. આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે કારૂલકર પ્રતિષ્ઠાના ઉપાધ્‍યક્ષ શ્રીમતી શીતલબેન કારૂલકર મુંબઈથી વધારે ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. સમૂહ લગ્નમાં દાતાઓ દ્વારા તમામ દીકરીઓને ઘરવખરી સાથે કરીયાવર આપવામાં ઉત્‍સાહ બતાવ્‍યો હતો.
આ પ્રસંગે શાષાી શ્રી ચંદુભાઈ શુકલ દ્વારા સંસ્‍થાનો પરિચય કરાવી તેમજ સંસ્‍થા દ્વારા 27 જેટલા અસહાય બાળકોને દત્તક લઈ આપવામાં આવી રહેલું શિક્ષણ સહિતની સેવાકીય કામગીરીનો પરિચય કરાવ્‍યો હતો. ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી મણીભાઈ પટેલે નવયુગલોને આશીર્વાદ આપવા સાથે કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેલા તમામ અગ્રણી અને દાતાઓનો દિલથી આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દાનહઃ બિહાર જન સેવા સંઘ દ્વારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્‍દ્ર પ્રસાદની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસ પીપરીયા બ્રિજ નજીક બાઈકચાલકના ટક્કરથી યુવકનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

વાપી ચલામાં કામલી સમાજ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ : ચલા ડુંગરી ફળીયા ટીમ ફાઈનલ વિજેતા

vartmanpravah

સેલવાસમાં વટ સાવિત્રીએ મહિલાઓએ વડની પૂજા કરી

vartmanpravah

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત બાલ ભવનના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત પારડી નગરપાલિકા દ્વારા ‘‘મારી માટી મારો દેશ” અભિયાનની સાથે થયું વિવિધ કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

Leave a Comment