July 29, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવાપી

મોદી સરકારના 9 વર્ષના શાસન દરમિયાનની સિદ્દીઓ લોકો સુધી પહોંચાડવા અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડે યોજેલી પત્રકાર પરિષદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.31: સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ દિપસિહ રાઠોડ દ્વારા આજ હિંમતનગરના નવા વિશ્રામગૃહ હોલ ખાતે દિપસિહ રાઠોડ તેમજ રાજ્‍યસભાના સભ્‍ય રમીલાબેન બારાની ઉપસ્‍થિતિમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી દ્વારા 31મે થી 30 જૂન સુધીના ભાજપના નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વના નવ વર્ષના શાસનમાં ભારતનો વિકાસ તેમજ ભષ્‍ટ્રાચાર મુક્‍ત ભારત સહિતના જનજનના વિકાસ માટે કરેલા વિકાસકાર્યો સહિતની વિવિધ વાતો, વિકાસલક્ષી મુદ્દાઓ તેમજ ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે એ તમામે તમામ મુદ્દાઓ જનતા સાથે પહોંચાડવા પ્રબુધ્‍ધ લોકોની મુલાકાતો ગામે-ગામ અને ઘર-ઘર સુધી જનતા સંપર્ક સહિતના ભાજપના એજંન્‍ડા પ્રમાણેના કાર્યક્રમોનું વિસ્‍તૃત માહિતી સંસદસભ્‍ય શ્રી દિપસિહ રાઠોડ તેમજ રમીલાબેન બારા વગેરેએ આપી હતી. આ પ્રસંગે પ્રમુખ જે.ડી પટેલ, જિલ્લા પ્રભારી ગજેન્‍દ્રભાઈ સક્‍સેના, મહામંત્રી વિજયભાઈ પંડ્‍યા, મહેન્‍દ્રસિંહ રહેવર, ધારાસભ્‍ય શ્રી વિનેન્‍દ્ધસિહ ઝાલા,પ્રાંતિજ તાલુકાના ધારાસભ્‍ય શ્રી ગજેન્‍દ્રસિંહ પરમાર, ઈડરના ધારાસભ્‍ય રમણલાલ વોરા, ભાજપ પ્રદેશના મહિલા ઉપ પ્રમુખ કુ.કૌશલ્‍યા કુવરબા, અશ્વિનભાઈ કોટવાલ, ઈડરના લલિતભાઈ પટેલ સહિતના ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મીડિયા કર્મીઓ, જિલ્લા ભાજપના મીડિયા કન્‍વીનર પંકજભાઈ ધુવાડ, દિવ્‍યેશભાઈ ભાવસાર તેમજ જિલ્લાના મીડિયા સેલ હોદ્દેદારો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલાની વિહંગમ હાઈસ્‍કૂલના મદદનીશ શિક્ષક મુકેશભાઈ પટેલને અપાયું ભવ્‍ય નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

દમણ પોલીસે દાભેલની એક ચાલમાં છાપો મારી ગાંજા સાથે એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડ ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટનું અનોખું પ્‍લાસ્‍ટીક મુક્‍ત શહેરનું અભિયાન

vartmanpravah

વાપી વૈશાલી ચાર રસ્‍તાથી છીરી રોડ સુધી ટ્રાફિકને નડતર દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ

vartmanpravah

પીએમના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ ડૉ. મંજુલા સુબ્રમણ્‍યમના નિધન પર શોક વ્‍યક્‍ત કર્યો

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપે 17 સભ્‍યોની લદ્દાખ એડવેન્‍ચર કેમ્‍પ પૂર્ણ કરીને રચ્‍યો ઈતિહાસ

vartmanpravah

Leave a Comment