Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટનો ચુકાદો દમણઃ સાવકી દિકરી સાથે દુષ્‍કર્મ કરી ગર્ભવતી બનાવનાર હેવાન પિતાને 15 વર્ષની કઠોર જેલ અને રૂા.10 હજારનો દંડ

સાવકા પિતાના ત્રાસથી કંટાળી સગીરા પોતાનું ઘર છોડી ભાગવા મજબૂર બની હતી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31 : દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટમાં આજે લગભગ છેલ્લા સાડા ત્રણ વર્ષથી પોતાની સાવકી દિકરી સાથે દુષ્‍કર્મ કરી ગર્ભવતી બનાવવાના ચાલી રહેલા કેસમાં વિદ્વાન ન્‍યાયમૂર્તિ શ્રી શ્રીધર એમ. ભોંસલેએ આરોપીસાવકા પિતાને દોષિત ઠેરવી 15 વર્ષની કઠોર જેલ અને રૂા.10 હજારના દંડની સજા સંભળાવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 09 ડિસેમ્‍બર, 2019ના રોજ માતાએ નાની દમણ પોલીસ સ્‍ટેશનમાં પોતાની સગીર દિકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈ.પી.સી.ની 363 કલમ અંતર્ગત અપહરણનો ગુનો દાખલ કરી સગીરની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન મુંબઈ પોલીસે દમણ પોલીસને ગુમ થયેલ સગીર કન્‍યા મળી હોવાની માહિતી આપી હતી. દમણ પોલીસે સગીર કન્‍યાને દમણ લાવી તેનો મેડિકલ ચેકઅપ કરાવતા સગીરા 14 સપ્તાહનો ગર્ભ ધારણ કરેલ હોવાની માહિતી સામે આવી હતી. સગીરાએ પોલીસને જણાવ્‍યું હતું કે, તેણીનો સાવકો પિતા રાહુલ પરસોતમ આદિવાસી છેલ્લા એક વર્ષથી તેણીની સાથે દુષ્‍કર્મ કરી રહ્યો હતો. આ બાબતની જાણકારી સગીરાની માતાને પણ હતી. સગીરાની માતાના મના કરવા છતાં પણ રાહુલ આદિવાસીએ વાત નહીં માની અને આ બાબતમાં જો કોઈને જણાવશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી લગાતાર સગીરા સાથે દુષ્‍કર્મ કરતો રહ્યો હતો. જેનાથી કંટાળી સગીરા દમણથી ભાગી ગઈ હતી.
દમણ પોલીસે આરોપી રાહુલ પરસોતમ આદિવાસી સામે અપહરણની જગ્‍યાએ આઈ.પી.સી.ની 376, 506(2) અને પોક્‍સો એક્‍ટની કલમ 6 અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ.સુશ્રી ભાવિની હળપતિએ કરી હતી અને 05 ફેબ્રુઆરી, 2020ના રોજ દમણ કોર્ટમાં ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી હતી.
વિદ્વાન ન્‍યાયમૂર્તિએ આ કેસની સુનાવણી કરતાં મેડિકલ ઓફિસર, રેડિયોલોજીસ્‍ટ, ડેન્‍ટિસ્‍ટ સહિત કુલ 9 સાક્ષીઓને સાંભળ્‍યા બાદ આરોપી રાહુલ પરસોતમ આદિવાસીને બળાત્‍કારનો દોષિત ઠેરવી આઈ.પી.સી.ની 376 કલમ અંતર્ગત 15 વર્ષની કઠોર જેલ અને રૂા.10 હજારના દંડની સજા સંભળાવી હતી.
આ કેસમાં સગીરાના જન્‍મ પ્રમાણપત્ર સંબંધિત પુરા દસ્‍તાવેજો નહીં ભેગા થતાં પોલીસે કન્‍યાની ઉંમરના નિર્ધારણ માટે મેડિકલ કરાવ્‍યું હતું. પરંતુ કોર્ટે ડોક્‍ટરના અભિપ્રાયને પર્યાપ્ત નહીં માનતાં આરોપીનો પોક્‍સો એક્‍ટની સજામાંથી મુક્‍તિ મળી હતી.
આ સમગ્ર કેસની ધારદાર દલીલ પબ્‍લિક પ્રોસિક્‍યુટર શ્રી હરિઓમ ઉપાધ્‍યાયે વિવિધ કેસ અને દૃષ્‍ટાંતો ટાંકી કરતા આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવા સફળતા મળી છે.

Related posts

દાનહઃ જીએનએલયુના સેલવાસ કેમ્‍પસમાં કાયદા અને અર્થશાષાના પાયાના સિદ્ધાંતો પરના પ્રમાણપત્ર અભ્‍યાસક્રમનું કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

એક સમયે દેશ માટે બ્‍લાઇન્‍ડ ટી-20 વર્લ્‍ડ કપમાં વિજય અપાવનાર ખેલાડીના પિતા અન્નક્ષેત્રમાં ભોજન લઈ જીવન ગુજારવા મજબૂર

vartmanpravah

દાનહના ખરડપાડામાં શનિવારે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો વસુલાતનું અભિયાન તેજ કર્યું

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ ન.પા.ના પ્રમુખ, ઉપ પ્રમુખ અને કાઉન્‍સિલરો સાથે બેઠક કરી નાણાં સચિવે ભણાવેલા સ્‍વચ્‍છતાના પાઠ

vartmanpravah

તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એક્‍સ્‍ટ્રા બસો દોડાવાશેઃ 105 બસો સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી

vartmanpravah

Leave a Comment