October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ જિ.પં.ના અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે ખેડૂતોને ડાંગરના ઉન્નત બિયારણનું કરેલું વિતરણ: જિ.પં. ઉપ પ્રમુખ બાબુભાઈ પટેલે પણ આપેલો સહયોગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05: દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં આજે ખેડૂતોને ડાંગરના ઉન્નત બિયારણનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જિલ્લા પંચાયત કાર્યાલય ઉપર જિલ્લા પંચાયત કૃષિ વિભાગ તરફથી વિવિધ ગ્રામ પંચાયતોના 79 ખેડૂતોને ડાંગરની 9ઉન્નતીશિલ જાતોના બિયારણનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આજથી ડાંગરના બિયારણનું શરૂ કરવામાં આવેલું વિતરણ આગામી કેટલાક દિવસો સુધી ચાલશે.
ખેડૂતોને 50 ટકા સબસીડી ઉપર ડાંગરના બિયારણ ઉપલબ્‍ધ કરાવવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલે લાભાર્થી ખેડૂતોને સારા પાકની શુભકામના આપી હતી.
ડાંગરના બિયારણના વિતરણ બાદ જિલ્લા પંચાયત કૃષિ વિભાગ યોગ્‍ય સમય ઉપર ખેડૂતોને ઓર્ગેનિક ખાતરની ઉપલબ્‍ધતા પણ સુનિヘતિ કરશે.
અત્રે નોંધનીય છે કે, સિંચાઈ સુવિધાની કમી અને રખડતા ઢોરોના ત્રાસથી દમણ જિલ્લાના ખેડૂતો રવિ પાકનું વાવેતર કરી શકતા નથી. ત્‍યારે અહીંના ખેડૂતો ફક્‍ત ખરીફ પાકનું જ ઉત્‍પાદન કરી શકે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ અને પંચાયત કૃષિ વિભાગના અધિકારી શ્રી અર્જુનભાઈ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીના વંકાલમાં જોખમી વીજપોલ અંગે વીજ કંપનીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરાતા સર્વે હાથ ધરાયો

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે ઉપર કથિત ગૌમાસનો જથ્‍થો ભરેલા બે કન્‍ટેનર ઝડપાયા

vartmanpravah

બાળલગ્ન વિરૂધ્ધ જાગૃતિ કેળવવા ધરમપુરના ખોબામાં રાત્રિ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉદવાડાના વેપારીનું ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર અજાણ્‍યા વાહને એક્‍ટીવાને ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

ધરમપુર હાઈવે ચોકડી પરથી દારૂના જથ્‍થા સાથે ત્રણ વિદેશી ઝડપાયા

vartmanpravah

ચીખલીના ચિતાલી ગામે ફોર્ચ્‍યુનર કારે ઈકો કારને અડફેટે લીધી: ફોર્ચ્‍યુનર કારમાંથી પોલીસે દારુનો જથ્‍થો કબ્‍જે કરી કાર ચાલક સામે ગુનો નોંધ્‍યો

vartmanpravah

Leave a Comment