October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

ટ્રાફિક નિયમોના પાલનને લઈ નવો ચીલો ચિતરતી પારડી મહિલા પોલીસ

  • ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહન ચાલકોને રાખડી બાંધી વચન બદ્ધ કર્યા

  • તમામ વાહન ચાલકોએ પણ કાર્ય ને બિરદાવી પોતાની ભૂલો સ્‍વીકારી ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું વચન આપ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.11: મહાભારત કાળથી સમગ્ર ભારતમાં રક્ષાબંધનનો તહેવાર કોઈ પણ જાતના જાતપાત વિના મનાવવામાં આવે છે. આજે બહેનોએ પોતાના લાડકવાયા ભાઈઓને રાખડી બાંધી તેમના લાંબા આયુષ્‍ય માટે ભગવાનને પ્રાર્થના કરી પોતાની સુરક્ષાનું વચન માગે છે.
વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્‍ટેશનની મહિલા પોલીસકર્મીઓએ પણ આજે રક્ષાબંધનના પર્વની વિશેષ રીતે ઉજવણી કરી એક નવો જ ચીલો ચિતર્યો છે. રક્ષાબંધનના દિવસે પારડીમાં મહિલા પોલીસ દ્વારા શહેરના જાહેર માર્ગો પર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને ઉભા રાખી અને તેમને મહિલા પોલીસ દ્વારા હાથે રાખડી બાંધી વાહનચાલકોના લાંબા આયુષ્‍ય માટે પ્રાર્થના કરી હવે પછી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેનું વચન માંગ્‍યું હતું. વાહનચાલકો પણ પોલીસની આ પહેલને બીરદાવી હતી અને તેઓએ આભાર માની આગામી સમયમાં ટ્રાફિકના નિયમોનુંપાલન કરવાનું વચન આપ્‍યું હતું. સાથે સાથે પારડી પોલીસ લોકઅપમાં રહેલ આરોપીઓને રક્ષાસૂત્ર બાંધી પુનઃ ગુના નહીં કરવા અને સતમાર્ગે જીવન વિતાવવાના સંકલ્‍પ સાથે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવ્‍યો હતો.
—-

Related posts

કિલવણી અંગ્રેજી માધ્‍યમ પ્રાથમિક શાળામાં હુબર કંપની દ્વારા ટીવી ભેટ અપાયું

vartmanpravah

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અને દીલ્‍હીમાં સર્જાયેલ ગોઝારા આગની ઘટનાને પગલે સંઘપ્રદેશ પ્રશાસન જાગ્‍યું દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરે ફાયર સેફટીને લઈને જાહેરનામુ બહાર પાડયું

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઘોષિત થયેલા લાલુભાઈ પટેલને ઠેર-ઠેરથી મળી રહેલા અભિનંદન અને જયઘોષ

vartmanpravah

સેવા ફાઉન્‍ડેશન દ્વારા યુનાની ચિકિત્‍સા કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાઇસ એડમિરલ એમ.એ.હમ્‍પીહોલીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

કલસર ચેકપોસ્‍ટ નજીક હાઇટેનશન વીજટાવર ઉપર અજાણ્‍યા વ્‍યક્‍તિ ચઢી જતાં બળીને ભથ્‍થું

vartmanpravah

Leave a Comment