Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

નરોલીમાં પ્રિ-મોન્‍સૂન કામગીરી પૂર્ણ થતાં લોકોને રાહતની આશા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : દાદરાનગર હવેલીના નરોલી ગ્રામ પંચાયતના વિવિધ વિસ્‍તારોમાં ચોમાસા પૂર્વે જરૂરી પ્રિ-મોન્‍સૂનની કામગીરી પૂર્ણ થઈ છે. વરસાદ થવા પહેલાં જ્‍યાં જ્‍યાં વરસાદી પાણી ભરાઈ જતા હતા એવા નાળા, ખનકી, ગટર, રસ્‍તાઓની અલગ અલગ રીતે સાફ-સફાઈ કરી નરોલી ગામની જનતાને રાહત મળી શકે એવા પ્રયાસો હાથ ધરવા સરપંચ શ્રીમતી લીનાબેન પટેલ અને સભ્‍ય શ્રી યોગેશસિંહ સોલંકીએ દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકરી અધિકારી ડો. અપૂર્વ શર્માને સમસ્‍યા અંગે રજૂઆત કરી હતી. જેના પગલે પ્રશાસનની ટીમના સહયોગ દ્વારા નરોલી ગામમાં પ્રિ-મોન્‍સૂનની કામગીરી પૂર્ણ થઈ છે. જેના કારણે આ વર્ષે ચોમાસા દરમ્‍યાન ગ્રામજનોને જે તે વિસ્‍તારમાં પાણી ભરાઈ જવાના બનતા બનાવોમાં હવે રાહત મળવાની સંભાવના વર્તાઈ રહી છે. પરંતુ કેટલી રાહત મળશે એ તો હવે આવનાર ચોમાસા દરમિયાન જ ખબર પડશે.

Related posts

દાદરા ચેક પોસ્‍ટ નજીકથી રૂા.4.17 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ ટાટા ટેમ્‍પો ઝડપાયો : ચાલકની અટક

vartmanpravah

વાપી વાઈટલ કંપનીમાં ચોરીની શંકામાં કર્મચારીને ગોંધી રાખી માર મારનાર વોન્‍ટેડ આરોપી પોલીસે ઝડપી પાડયો

vartmanpravah

ઉમરગામ તાલુકાની શાળાઓની સ્‍કોલર વિદ્યાર્થીનીઓને સરીગામની કોરોમંડલ કંપની દ્વારા આપવામાં આવેલી સ્‍કોલરશીપ

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતના સભાખંડમાં મળેલી સમીક્ષા બેઠક

vartmanpravah

ડહેલીથી મળેલા અજાણ્યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

સંઘપ્રદેશમાં વધુમાં વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના દાયરામાં લાવવા દાનહ અને દમણના કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને લેવાયેલો નિર્ણય

vartmanpravah

Leave a Comment