October 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ કચીગામના જર્જરિત ગાર્ડનમાં અઢી વર્ષિય બાળકીની શંકાસ્‍પદ હાલતમાં લાશ મળી આવી

મજુરી કામે આવેલ વાંસદાનો પરિવાર રાત્રે સૂતો હતો બાદમાં પથારીમાં સૂતેલી બાળકી બે વાગ્‍યા પછી ગુમ થઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10
સંઘપ્રદેશ દમણના કચીગામમાં આવેલ ગાર્ડનમાં આજે ગુરૂવારે બપોરે અઢી વર્ષિય બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર સંઘપ્રદેશ દમણમાં આવેલ કચીગામ ગાર્ડનમાં આજે બપોરે શંકાસ્‍પદ હાલતમાં અઢી વર્ષની બાળકીની લાશ મળી આવી હતી. આ બાળકી વાંસદાથી મજુરી કામે આવેલ પરિવારની હતી. એમાં બન્‍યુ એવુ હતું કે, બુધવારે રાત્રે પરિવાર બંગલામાં ચાલતુ સિવિલ કામકાજ પતાવીને સૂઈ ગયો હતો. રાત્રે બે વાગ્‍યાના સુમારે બાળકીનો પિતા શૌચ કરવા માટે ઉઠયો ત્‍યારે બાળકી પથારીમાંથી ગુમ થયેલી જોવા મળતા હેતબાઈ ગયો હતો. તુરત પિતાએ રાત્રે પેટ્રોલીંગ કરતી દમણ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાની નોંધ લઈ ઝીણવટભરી તપાસ આરંભી દીધી હતી તે દરમિયાન આજે ગુરૂવારે બપોરે બાળકીની લાશ કચીગામના ગાર્ડનમાંથી મળી આી હતી. પિતાને આશંકા છે કે બાળકીનું કોઈએ અપહરણ કરી મારી નાખી છે. ઘટના અંગેપોલીસે વધુ આગળની તપાસ આરંભી દીધી છે.

Related posts

સીબીએસઈ બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 12 સાયન્‍સનું 99 ટકા અને કોમર્સનું 97.2 ટકા પરિણામ આવ્‍યું

vartmanpravah

સાંસદ ધવલભાઈ પટેલના વલસાડમાં વિધિ પૂજા સાથે જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની મળેલી પહેલી સલાહકાર પરિષદની બેઠકઃ વિકાસકામોના સોશિયલ ઓડિટ ઉપર જોર

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર પ્રેસ લખેલી કારમાં દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણની અટક

vartmanpravah

પારડી ખડકીમાં સરકારી અનાજનો જથ્‍થો સગેવગે થાય તે પહેલાં જાગૃત નાગરિકોએ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

વલસાડમાં સપ્તાહમાં બીજીવાર મોબાઈલ શોપમાં તસ્‍કરો હાથફેરો કરી ગયા

vartmanpravah

Leave a Comment