December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે લોક કલ્‍યાણ અને લોકોની સમસ્‍યાના નિરાકરણ માટે અંગત રસ લેતાં કામ કરવાની પોતાની આગવી શૈલીના કરાવેલા દર્શન

પરિયારી ગ્રામ પંચાયત વિસ્‍તારની મુલાકાત લઈ રોડ અને લાઈટના પ્રશ્નોના નિરાકરણનો કરેલો પ્રયાસઃ મોદી સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની વિવિધ લોક કલ્‍યાણકારી યોજનાઓની પણ ગ્રામજનોને આપેલી માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.19 : દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન કલ્‍પેશભાઈ પટેલે આજે પરિયારી ગ્રામ પંચાયત વિસ્‍તારની મુલાકાત કરી વારલીવાડ ખાતે સડક અને સ્‍ટ્રીટ લાઈટની સમસ્‍યાના સંદર્ભમાં તેને ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો.
દમણ જિલ્લા પંચાયતના વર્તમાન કાર્યકાળમાં અત્‍યાર સુધીના ત્રણ અધ્‍યક્ષો પૈકી શ્રીમતી જાગૃતિબેન પટેલે લોક કલ્‍યાણ અનેલોકોની સમસ્‍યાના નિરાકરણ માટે અંગત રસ લઈ પોતાની કામ કરવાની આગવી શૈલીના પણ દર્શન કરાવ્‍યા છે.
આજે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલે મોદી સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની વિવિધ લોક કલ્‍યાણકારી યોજનાઓની જાણકારી પણ ગ્રામજનોને આપી હતી અને તેનો લાભ ઉઠાવવા આહ્‌વાન કર્યું હતું. તેમણે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણની થઈ રહેલી કાયાપલટથી પણ ગ્રામજનોને માહિતગાર કર્યા હતા.

Related posts

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘સ્‍વંય શિક્ષક દિવસ”ની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

vartmanpravah

વાપીમાં ભાનુશાલી સમાજનું મહાસંમેલન યોજાયું: દક્ષિણ ગુજરાતના 13 ભાનુશાલી મંડળે ભાગ લીધો

vartmanpravah

દાનહ મહેસુલ વિભાગ દ્વારા રેતી ખનન કરનાર સામે કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

દમણના નસરવાનજી પેટ્રોપ પંપ પર આયુષ્‍માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના શિબિર યોજાઈ

vartmanpravah

ચંન્‍દ્રપુર પાર નદીમાં પુલ ઉપરથી નદીમાં ઝંપલાવતા યુવાનને બચાવી લેવાયો

vartmanpravah

દાનહમાં તેરાપંથ ધર્મસંઘના અગિયારમાં આચાર્ય મહાશ્રમણજીની થયેલી પધરામણી

vartmanpravah

Leave a Comment