Vartman Pravah
Breaking Newsઉમરગામ

સરીગામ શિવસેના ઓફિસ સામે લૂંટ સહિત એક મહિલાનું અપહરણ થતાં ચકચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.06
સરીગામ શિવસેના ઓફિસ સામે લૂંટ સહિત એક મહિલાનું અપહરણ થતા લોકોમાં ચકચાર મચી જવા પામી હતી. ભિલાડ પોલીસને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
પોલીસસૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના સરીગામ શિવસેનાની ઓફીસની સામે ફણસા રોડ, નહેરના નાળા પાસે રોડ ઉપર રાત્રિના 12:30 વાગ્‍યાના અરસામાં આરોપી સુનિલ વિજય વારલી રહે.પાગીપાડા નવીનગરી તથા રાહુલ બાબુરાવ કામલે રહે. સરીગામ રાકેશ રાયના પેટ્રોલ પંપની બાજુમાં આવેલ નહેરની બાજુમાં રામુની ચાલ, રૂમ નં.5,મૂળ રહે. ગામ આમદેરી, તા.જી.હિંગોલિ મહારાષ્‍ટ્ર તથા સુરત , વિદ્યાનંદ ઝાહ રહે. ઇમરાનનગર વિશ્રામભાઈની ચાલ રૂમ.નં 2,મૂળ રહે. ગામ દેવપુર, પોસ્‍ટ કોડિપાકડ, થાના પતાહી,જી.મોતિહારી બિહારનાઓએ તારીખ 6/1/22ના રોજ તમામ આરોપી ભેગા થઇ તેમનો બદ ઈરાદાને પાર પાડવા ફરિયાદીએ અગાઉ કરેલા સુનિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદની અંગત અદાવત રાખી, સરીગામના ફરિયાદીની ભાભીને લઈને મારુતિ ઝેન કાર નં.જીજે-15-કે-9488માં સરીગામ ચિત્રકૂટ હોસ્‍પિટલ ખાતે લઇ જતા હતા. તે વેળાએ ઉપરોક્‍ત આરોપી ઈસમોએ તેઓની પશન મોટરસાયકલ નંબર જીજે-15-બીજી-9760ને ફરિયાદીની કાર આગળ આડુ કરી કારને અટકાવી હતી અને ફરિયાદી તથા તેમના મિત્ર વીકી સાથે બોલાચાલી અને ઝઘડો કરી શરીરે ઢીક્કા મુકીનો મૂંઢ મારમારી ફરિયાદી તથા તેમના મિત્રનો વીવો કંપનીનો મોબાઇલ નંગ-2 કિંમત રૂા.20,000 તથા ફરિયાદીની મારુતિ ઝેન કાર કિ.રૂા 1,50,000 મળી કુલે 1,70,000 ની લૂંટ કરી હતી. તેમજ ફરિયાદીના ભાભીની આબરૂ લેવાના ઈરાદે ગુનાહિત બળ વાપરી ભાભીનું અપહરણ કરી કારમાં તેમજ ફરિયાદીને આરોપી ઈસમોની પેશન મોટરસાયકલમા અપહરણ કરી લેતા ફરિયાદીને રાય સાગર બિલ્‍ડીંગ તરફ લઈ જઈ ઢીકકમુક્કીનો માર મારતા ફરિયાદી અંધારામાં આરોપીના ચુંગાલમાંથી નાસી ગયા હતા.
ત્‍યારબાદ 100 નંબર ઉપર ફોન કરતાં ઘટનાની જાણ ભિલાડ પોલીસને થતાં પોલીસ તાત્‍કાલિક ઘટનાસ્‍થળ પર પહોંચી ફરિયાદીની ભાભીની શોધખોળકરવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

બાગાયત વિભાગની સહાય યોજનાનો લાભ મેળવવાI I-KHEDUT પોર્ટલ પર તા.31 ઓક્‍ટો. સુધી અરજી કરવી

vartmanpravah

વલસાડમાં એસપી કચેરી ખાતેથી વિવિધ પોલીસ પ્‍લાટૂન સાથે યોજાશે ભવ્‍ય તિરંગા યાત્રા

vartmanpravah

ડેલકરની સહાનુભૂતિમાં ત્રાટકેલી કલાની ત્‍સુનામીમાં ભાજપનું પ્રચંડ ધોવાણ

vartmanpravah

ધરમપુર જાગીરીના હેમ આશ્રમના 136 વિદ્યાર્થીઓએ બીલીમોરા-વઘઇ હેરિટેજ ટ્રેનનો પ્રવાસ માણ્‍યો

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા આયોજીત નિર્માણ દિવસ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું સમાપન

vartmanpravah

પારડી હાઇવે સ્‍થિત ફાઉન્‍ટેન હોટલની સામે એક વિશાળકાય અજગર નજરે ચઢતા સર્વિસ રોડ પર ટ્રાફિક થઈ ગઈ

vartmanpravah

Leave a Comment