Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના ડાયરેક્‍ટોરેટ ઓફ એન્‍ફોર્સમેન્‍ટ (ઈડી)ના સર્વેમાં દમણમાં સુખા પટેલ અને તેની મંડળીના રહેણાંક-વેપારીક સ્‍થળેથી કરોડોની રોકડ સહિત 100 કરતા વધુ બેનામી સંપત્તિનો થયેલો ઘટસ્‍ફોટ

દમણ જિ.પં.ના પૂર્વ પ્રમુખ અને હાલમાં જેલવાસ ભોગવી રહેલા સુરેશ પટેલ ઉર્ફે સુખા પટેલની પરેશાનીમાં ઔર વધારો

સુખા પટેલને ત્‍યાંથી મળેલ રોકડમાં રૂપિયા 1 કરોડની 2000ની નોટો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21: ભારત સરકારના ડાયરેક્‍ટોરેટ ઓફ એન્‍ફોર્સમેન્‍ટ (ઈડી) દ્વારા ગત સોમવારે દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલમાં જેલવાસ ભોગવી રહેલા સુરેશ જગુભાઈ પટેલ ઉર્ફે સુખા પટેલ અને તેમના મળતીયાઓના 9 જેટલા રહેણાંક અને વેપારીક સ્‍થળોએ કરેલા સર્ચ ઓપરેશનમાં 1 કરોડ 62 લાખની રોકડ તથા 100 થી વધુ મિલકતો સાથેસંબંધિત દસ્‍તાવેજો મળી કરોડો રૂપિયાની બેનામી સંપત્તિનો પણ ઘટસ્‍ફોટ થવા પામ્‍યો છે. સુખા પટેલ સામે 10 થી વધુ ગુજરાતમાં દારૂની ગેરકાયદે હેરાફેરીના કેસ, 7 જેટલા બનાવટ અને છેતરપિંડીના કેસ, 8 હત્‍યા અને હત્‍યાના પ્રયાસના કેસ, ગેરકાયદેસર હથિયાર રાખવાના પ જેટલા કેસ, ભ્રષ્‍ટાચાર નિવારણ ધારા અંતર્ગત 1 કેસ સહિત વિવિધ ગુનાઓના આરોપી છે. અને આઈપીસીની 174-એ હેઠળ નોંધાયેલા કેસમાં દોષિત પણ ઠરેલ છે. તેથી હવે ઈડીના સર્ચમાં બહાર આવેલ કરોડો રૂપિયાની બેનામી સંપત્તિના કારણે સુખા પટેલની પરેશાનીમાં ઔર વધારો થવાની સંભાવના છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સોમવારે સવારથી લઈ મોડી રાત સુધી ચાલેલી કાર્યવાહીમાં ઈડીની ટીમને સુખા પટેલ અને તેમના મળતીયાને ત્‍યાંથી રૂપિયા 1 કરોડ 62 લાખની રોકડ રકમ મળી હતી. જેમાં રૂા. 1 કરોડની 2000ની નોટ હોવાનું પણ જાણવા મળે છે. સુખા પટેલ અને તેમના મળતીયા તથા સંબંધીઓને ત્‍યાં કરેલા સર્ચ ઓપરેશન દરમિયાન રૂપિયા 22 લાખ રોકડા તથા મહત્‍વના દસ્‍તાવેજો સાથે લગભગ 100 થી વધુ મિલકતોના પાવર ઓફ એટર્ની, વેચાણ દસ્‍તાવેજો, પેઢીઓ, કંપનીઓની સ્‍થાપનાને લગતા ગુનાહિત દસ્‍તાવેજો અને રોકડ વ્‍યવહારો, ડિજીટલ પુરાવા અને 3 લોકરની ચાવીઓ પણ મળવા પામી છે.
ઈડીનીતપાસમાં સુખા પટેલ અને તેમના સાથીઓએ કંપનીઓની જાળ બનાવી હતી. જે પૈકીની મોટાભાગની કંપનીઓ, પેઢીઓ પાસે કોઈ ધંધો નહીં હતો અથવા બહુ ઓછો ધંધો હતો. પરંતુ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી પેદા થયેલ ગેરકાયદેસર નાણાને લોન્‍ડ્રીંગ કરવાના એકમાત્ર હેતુ સાથે કંપનીઓની જાળ બનાવવામાં આવી હતી. દારૂની હેરાફેરી, ખંડણી, હપ્તાખોરી, ભ્રષ્‍ટાચાર વગેરેના માધ્‍યમથી આવેલા 100 કરોડ કરતા વધુના રૂપિયા તેમના અને પરિવારના સભ્‍યોએ તથા તેમના દ્વારા સંચાલિત કંપનીઓ, પેઢીઓમાં જમા કરવામાં આવ્‍યા હતા.
ઈડી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સુખા પટેલ અને તેમના પરિવારની કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ ઉપરથી પડદો હટવા પામ્‍યો છે.

Related posts

દૂધની પંચાયતમાં મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકા નજીક વાપી તરફની લાઈન ઉપર પડેલા ખાડા અને તૂટેલા રોડ અંગે ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લાની બે ખેલાડી હોકીની નેશનલ ચેમ્‍પિયનશીપમાં ભાગ લેશે

vartmanpravah

પારડીના પંચલાઇ ખાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

મરવડ યુવક મંડળ દ્વારા શ્રી ચિબડી માતાજીના 21મા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

26-વલસાડ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના થયા શ્રીગણેશ : ભાજપ દ્વારા 4 ઉમેદવારી પત્ર ભરાયા

vartmanpravah

Leave a Comment