January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં એનએસએસ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ કરેલું વૃક્ષારોપણ

એનએસએસ કાર્યક્રમ અધિકારી ચંદ્રકાન્‍ત કાઈટે વિદ્યાર્થીઓને સમુદાયની સેવા તરફ દોરવા અને તેમના વ્‍યક્‍તિત્‍વમાં સકારાત્‍મક બદલાવ લાવવા આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : રાષ્ટ્રીય સેવા યોજના(એનએસએસ) 1969થી ‘નોટ મી બટ યુ’ના આદર્શ વાક્‍ય સાથે સામાજીક કાર્યોના માધ્‍યમથી સમુદાયની સેવા તરફ દોરવા અને વિદ્યાર્થીઓના વ્‍યક્‍તિત્‍વમાં સકારાત્‍મક બદલાવ લાવવાના હેતુથી સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોને ગતિ આપવા માટે સ્‍વૈચ્‍છિક કાર્યની આવશ્‍યકતા પ્રતિત હોય છે. જેને ધ્‍યાનમાં રાખી સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ધોરણ અગિયારની વિદ્યાર્થીનીઓને રાષ્ટ્રીય સેવા યોજના(એનએસએસ) સંદર્ભે વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે રાષ્ટ્રીય સેવા યોજના કાર્યક્રમ અધિકારી શ્રી ચંદ્રકાન્‍ત કાઈટે વિદ્યાર્થીનીઓને એનએસએસનું લક્ષ્ય, ઉદ્દેશ્‍ય અને પ્રક્રિયાઓ, સ્‍થાનીક, રાજ્‍ય અને રાષ્‍ટ્રીય સ્‍તરે યોજવામાં આવતી શિબિરો સંબંધિત માર્ગદર્શન આપવામાં આપ્‍યું હતું. જ્‍યારે શાળાના આચાર્ય અને એનએસએસ હેડ શ્રી પ્રવીણ ભોયાએ એનએસએસના માધ્‍યમથી કરવામાં આવતા કાર્ય સમાજની પ્રગતિના માટે કેટલું મહત્‍વપૂર્ણ છે તેની વિસ્‍તૃત માહિતી આપી હતી.
દરમિયાન પર્યાવરણ સંતુલન અને સંરક્ષણના પ્રત્‍યે વિદ્યાર્થીઓમાં વન થતા કુદરતી સંપદા વિશે જાગૃતિ પેદા કરવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ફળદાર વૃક્ષની ભેટ આપવામાં આવી હતી.
આ અવસરે માંદોની ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રીસામેશ માલકરી, એનએસએસના અધિકારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજ વિદ્યાર્થીનીઓ કરાટેમાં ઝળકી

vartmanpravah

સેલવાસમાં એટીએમમાં કાર્ડ ફસાઈ ગયા બાદ ખાતામાંથી પૈસા ઉપડી જતા પોલીસ ફરિયાદ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વીજ દરના વધારા-ઘટાડાના સંદર્ભમાં જેઈઆરસીની જન સુનાવણી 

vartmanpravah

પોલિયો રવિવાર, આરોગ્‍ય મંત્રાલયના આ અભિયાનમાં દમણ ખાતે ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના પ્રમુખ વિશાલભાઈ ટંડેલે બાળકોને પોલિયોના બે ડોઝ પિવડાવી નેશનલ પોલિયો રસીકરણ અભિયાનની કરાવેલી શરૂઆત

vartmanpravah

ચૂંટણીને લઈ પાતલીયા ચેક પોસ્‍ટ ખાતે સંઘપ્રદેશમાંથી આવતા તમામ શંકાસ્‍પદ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું

vartmanpravah

ધરમપુરની આવધા પ્રાથમિક શાળામાં સી.ડી.એસ. બીપીન રાવતને શાળા પરિવારે શ્રધ્‍ધાંજલી અર્પણ કરી

vartmanpravah

Leave a Comment