October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગારીયાધારમાં લગ્ન કરી સાસરેથી રોકડા રૂપિયા વગે કરી આવેલી લુટેરી દુલ્‍હન વલસાડમાં ઝડપાઈ

મુસ્‍લિમ યુવતિ સલમાબેન વાંસદાવાલાએ કવિતા નામ રાખી ગારીયાધારમાં લગ્ન કર્યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: સૌરાષ્‍ટ્ર, ભાવનગર ગારીયાધારમાં મુસ્‍લિમ યુવતિએ નામ બદલી લગ્ન કર્યાના એક વર્ષ બાદ સાસરેથી રોકડા રૂપિયા વગે કરી છુપાઈને વલસાડમાં રહેતી લુટેરી દુલ્‍હનને પોલીસે ઝડપી પાડી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હાલ વલસાડ ટીવી રીલે કેન્‍દ્ર નનકવાડા વિસ્‍તારમાં આવેલા ખુશ્‍બુ એપાર્ટમેન્‍ટ ફલેટ નં.301માં રહેતી સલમાબેન શબ્‍બીરભાઈ વાંસદા વાલાની એસ.ઓ.એ અટક કરી હતી. જેમાં બન્‍યુ એવુ છે કે સલમાબેનએ કવિતા નામ રાખીને ગારીયાધારમાં એક યુવક સાથે ગત જુલાઈ 2022ના રોજ એજન્‍ટ મારફતે સાદાઈથી લગ્ન કર્યા હતા. બાદમાં ઘરે કોઈને જાણ કર્યા વગર બીજા દિવસે સાસરેથી રોકડા 60 હજાર અને બે મોબાઈલ લઈને વલસાડ આવી ગઈ ઙતી. જેની બાતમી એસ.ઓ.જી.ને મળતા પોલીસે સલમાબેન ઉર્ફે કવિતા શબ્‍બીરભાઈ વાંસદાવાલાની આઈ.પી.સી. 41(1) મુજબ પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

યુ.કે.ના લેસ્‍ટરમાં પાકિસ્‍તાનીઓ દ્વારા દમણ-દીવ સહિત ભારતીય હિન્‍દુ સમુદાય ઉપર થઈ રહેલા હૂમલાના વિરોધમાં દમણ ખાતે યોજાયેલી વિશાળ મૌન રેલી

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની કરેલી ઉજવણી

vartmanpravah

વલસાડ સાંસદ ધવલ પટેલે દિલ્‍હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળી રાજકીય અને વહીવટી ચર્ચા કરી

vartmanpravah

પારડી તરમાલીયા કથામાં પોલીસ ત્રાટકી : ચાર આયોજકોની અટક કરી

vartmanpravah

વાપીમાં 17મી ડિસેમ્‍બરે જે.સી.આઈ. દ્વારા ‘‘વુમેથોન” ફિમેલ નાઈટ મેરેથોન યોજાશે

vartmanpravah

Leave a Comment